
ગિરનારમાં અંબાજી મંદિર, ગોરક્ષનાથ મંદિર અને દત્તાત્રેય મંદિર સહિત અનેક મંદિરો અને ઐતિહાસિક સ્થળો છે.દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે, જેમાં લાખો લોકો જોડાય છેગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ 9,999 પગથિયા છે, પણ ખરેખર કદાચ 11000 પગથિયા છે.

ગિરનાર પાસે એશિયાનો સૌથી લાંબો રોપવે છે, જે યાત્રાળુઓને અંબાજી મંદિર સુધી લઈ જાય છે.ગિરનારની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો છે.

ગિરનાર કેવી રીતે પહોંચવું તો જો તમે બાય રોડ દ્વારા જવા માંગો છો તો ગુજરાતના દરેક શહેરોથી જૂનાગઢ માટે બસો તમને મળી જશે.ટ્રેન દ્વારા જૂનાગઢ પહોંચવા માટે અમદાવાદ-વેરાવળ રેલવે લાઇન પર એક્સપ્રેસ ટ્રેનો દોડે છે. જે તમને વહેલી સવારે જૂનાગઢ પહોંચાડે છે. જો તમે ફ્લાઈટ દ્વારા જૂનાગઢ જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જૂનાગઢનું સૌથી નજીકનું એરપોર્ટ રાજકોટ છે, જે 103 કિમી દૂર છે. (all photo : gujarat tourisam)