
ગરમીની રજાઓ માટે લોકો ફરવાનો પ્લાન બનાવતા હોય છે. પરંતુ આઈઆરસીટીસીએ ભારત ગૌરવ ટ્રેન દ્વારા દક્ષિણ દર્શન યાત્રા સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પ્રવાસનું આયોજન કરી રહ્યું છે. આ યાત્ર ભારત ગૌરવ ટ્રેન હેઠળ 12 મે થી 22 મે સુધીની એટલે કે, 10 રાત્રી અને 11 દિવસની રહેશે.

આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ,સુરેન્દ્ર નગર,વિરમગામ,સાબરમતી,નડિયાદ,આણંદ, વડોદરા,ભરુચ,સુરત,વાપી,વસઈ રોડ,કલ્યાણ,પુણે, સોલાપુર રેલવે સ્ટેશનથી તમે યાત્રામાં ભાગ લઈ શકશો. આઈઆરસીટીસી હંમેશા મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે.

આ યાત્રા દરમિયાન તિરુપતિ બાલાજી, રામાનાથ સ્વામી, રામેશ્વર જ્યોર્તિલિંગ મંદિર ,મીનાક્ષી મંદિર, કન્યાકુમારી ,મિલ્લકાર્જુન જ્યોર્તિલિંગ દર્શન કરવાનો લાભ મળશે.

મુસાફરોને ભજન,કીર્તિન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઈવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટુર પેકેજની કિંમતમાં આઈઆરસીટીસી મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત શાહકારી ભોજન આપવામાં આવશે.

આ પ્રવાસ માટે 3 કેટેગરી નક્કી કરવામાં આવી છે. જેમાં ઈકોનોમી ક્લાસ સ્લીપર માટે 21,525, કમ્ફર્ટ ક્લાસ 3એસી માટે 39,105 અને કમ્ફર્ટ ક્લાસ 2 એસી માટે રુપિયા 49,185ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં આઈઆરસીટીસી દ્વારા એલટીસીની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

આ પેકેજ તમે ઈએમઆઈ દ્વારા પણ બુક કરાવી શકો છો. જો તમે પણ તમારા માતા-પિતાને આ ધાર્મિક યાત્રામાં મોકલવા માંગો છો તો તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ આ પેકેજ બુક કરાવી શકો છો. (All photo : PTI)