
અમદાવાદથી અંદાજે 439 કિલોમીટર દુર દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે. અહિ દુર દુરથી ભક્તો દ્વારકાઘીશના દર્શન કરવા માટે આવતા હોય છે. જો તમારો ન્યુયર સેલિબ્રેશન કરવાનો પ્લાન પરિવાર સાથે છે. તો તમે દ્વારકાઘીશના દર્શન પરિવાર સાથે કરી દ્વારકા બીચ પર ન્યુયર સેલિબ્રેશન કરી શકો છો.

વલસાડના તિથલ બીચની સુંદરતા જોવા લાયક છે. જેને પિકનિક સ્પોટ પણ કહેવામાં આવે છે. તીથલ બીચની રેતી એકદમ કાળા રંગની છે, જે પરિવાર તેમજ બાળકો સાથે ફરવા માટે બેસ્ટ સ્થળ છે. અહિ અનેક રાઈડનો પણ આનંદ માણી શકો છો. જો તમે વલસાડ જઈ રહ્યા છો તો આ સુંદર બીચ પર જવાનું ભૂલતા નહિ.

જૂનાગઢ જિલ્લામાં આવેલ ચોરવાડ બચ પર તમને ખુબ મજા આવશે. અહિ તમને માણસોનો નહિ પરંતુ સમુદ્રના પાણીનો જ અવાજ સાંભળવા મળશે. સનસેટનો પણ નજારો માણી શકશો. અહિ ગયા પછી તમે દિવ અને માલદીવ્સના બીચને પણ ભૂલી જશો.