
જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ દેશનું સૌથી મોટું અને આધુનિક એરપોર્ટ છે. શરુઆતના ફેઝમાં જેવર એરપોર્ટને અંદાજે 10 શહેરો સાથે જોડવામાં આવશે. જ્યાંથી મુસાફરોની ડિમાન્ડ આવવાની વધારે રહે છે. પહેલા તબક્કામાં બિઝનેસ રુટ તેમજ મુખ્ય શહેરોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

એરલાઇન્સ ધીમે ધીમે વિવિધ શહેરો માટે તેમનું સંપૂર્ણ શેડ્યુલ અને બુકિંગ લિંક્સ તબક્કાવાર રીતે જાહેર કરશે.તો આ પહેલા જાણી લો આ એરપોર્ટની નજીક ક્યા ક્યા ફરવા લાયક સ્થળો આવેલા છે. અહી તમે જવાનો પ્લાન બનાવી શકો છે. અંદાજે 200 કિલોમીટરની અંદર આ સુંદર ફરવા લાયક સ્થળો આવેલા છે.

જો તમે દુનિયાભરમાં પ્રેમનું પ્રતિક તરીકે ઓળખાતા તાજ મહેલ જોવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો જેવર એરપોર્ટથી અંદાજે 139 કિલોમીટર દુર આગરા આવેલું છે. તમે યમુના એક્સપ્રેસ વેથી તમે પરિવાર સાથે એક દિવસમાં જ તાજમહેલ જોઈ ઘરે પરત ફરી શકો છો.

જો તમારે માતા-પિતાને મથુરા -વૃંદાવનની આધ્યાત્મિક યાત્રા કરાવવી છે. તો તમે મથુરા અને વૃંદાવન તમારા માતા -પિતાને લઈ જઈ શકો છો. કારણ કે પહેલા ટ્રેનમાં લાંબી મુસાફરી કરી મથુરા જવું મુશ્કેલીભર્યું હતુ. પરંતુ હવે જેવર એરપોર્ટથી વૃંદાવન અંદાજે 87 કિલોમીટર દુર આવેલું છે અને દોઢ કલાકમાં તમે મથુરા પહોંચી શકો છે. આ સાથે તમારા માતા-પિતાને પણ થાક ઓછો લાગશે.

વિદેશ ગયા પછી અથવા NRI બન્યા પછી, તમારું EPF (કર્મચારીઓનું ભવિષ્ય નિધિ) ખાતું બંધ, સ્થિર કે રદ થતું નથી. જો તમારા એમ્પ્લોયર તરફથી યોગદાન (થાપણો) બંધ થઈ જાય તો પણ, તમારા ખાતામાં પહેલાથી હાજર કુલ સંચિત બેલેન્સ EPFO નિયમો અનુસાર નિશ્ચિત વાર્ષિક વ્યાજ દર મેળવતું રહેશે.

જો તમે એન્ડવેન્ચરના શોખીન છો. તો ઋષિકેશ બેસ્ટ ઓપ્શન છે. જેવર એરપોર્ટથી ઋષિકેશ 290 કિલોમીટર દુર આવેલું છે. અહી તમે ગંગા આરતી, રાફ્ટિંગની મજા માણી શકો છો. તેમજ શાંત વાતાવરણ અને નદી કિનારે સુંદર નજારો તમારી ટ્રીપ યાદગાર બનાવશે. (all photo : PTI)