
ઉનાળામાં ટ્રાવેલ કરી રહ્યા છો. તો કાકડી, તરબુચ, ટેટી જેવા ફ્રુટ્સનું સેવન જરુર કરો, જેનાથી તમારું ભેટ ભરેલું લાગેશ, લાંબા સમય સુધી ભૂખ પણ નહી લાગે અને શરીરમાં પાણીની પણ ઉણપ નહી આવે.

ટ્રાવેલિંગ દરમિયાન જો બેગ પેક કરતી વખતે સૌથી મોટી મુશ્કેલી હોય તો તે છે કે કેવા કપડાં લઈ જવા, તો ટ્રાવેલિંગ દરમિયાન તમારા આઉટફિટનું જરુર ધ્યાન રાખો, ટાઈટ કપડાં પહેરવા નહી, ગરમીના કારણે એલર્જી અને શરીર પર ફોલ્લીઓ થઈ શકે છે.જો તમારી સાથે બાળકો છે, તો તેના બને તેટલા કોટનના કપડાં વધારે લેવા.

ઉનાળાની ઋતુમાં યુવી કિરણોના વધુ સ્તરને કારણે ત્વચાને નુકસાન થઈ શકે છે. તેથી તમારી સાથે સનસ્ક્રીન જરુર રાખો. તેમજ સાથે ટોપી અને ચશ્માં પણ જરુર રાખો. (All Image: Symbolic Image)