
રન ઓફ કચ્છ એ વિશ્વના સૌથી સુંદર સ્થળોમાંનું એક છે. તમને જણાવી દઈએ કે કચ્છના રણનો એક ભાગ પાકિસ્તાનમાં છે અને બીજો ભાગ ભારતમાં છે. અહીંના સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક રણ ઉત્સવ છે.હાલમાં અહિ રણ ઉત્સવ ચાલી રહ્યો છે. તો તમે અહિ એક ટુર પ્લાન પણ બનાવી શકો છો સાથે પ્રી વેડિંગ ફોટોશૂટ પણ કરી શકો છો.

ગુજરાતમાં પ્રી-વેડિંગ શૂટ માટેનું બીજું એક શ્રેષ્ઠ સ્થળ નળસરોવર તળાવ છે. નળ સરોવર યાયાવર પક્ષીઓનું પ્રિય પર્યટન સ્થળ છે. શિયાળાની ઋતુમાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફલેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અહિ તમે હોડી ભાડે લઈ ફરવાની સાથે હોડીમાં સુંદર પ્રી વેડિંગ ફોટોશૂટ પણ કરી શકો છો. પછી જે ફોટો આવશે તેની આગળ કેરળના ફોટો પણ ટૂંકા પડશે.

જે તમે બીચ પર પ્રી વેડિંગ ફોટોશૂટ કરવા માંગો છો તો ગુજરાત બીચ થી ઘેરાયેલું છે. તેમાં શિવરાજ પુરથી લઈ માધવ પુર બીચ પર તમે પ્રી વેડિંગ ફોટોશૂટ કરવાનો પ્લાન બનાવી શકો છો. બીચ પર સન સેટમાં ફોટોશૂટ ખુબ જ સુંદર આવશે.