
ગુપ્તકાશીમાં ગૌરીકુંડ કેદારનાથ યાત્રા શરુ થતાં પહેલા શરુઆતના પોઈન્ટ માટે ફેમસ છે. આ મંદાકિની નદીના કિનારે આવેલું છે. તેમજ આધ્યાત્મિકતા અને મોક્ષનો પેવશ દ્વાર પણ માનવામાં આવે છે. ગૌરીકુંડ મંદિર અને ગૌરી ઝીલ ખુબ ફેમસ છે.

ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિરથી અંદાજે 3 કિલોમીટર દર ચોરાબરી ઝીલ એક અનોખું ઝીલ છે. જેને ગાંધી તાલના નામથી પણ ઓળખવામાં આવે છે. અહી દુર દુરથી પર્યટકો આવે છે.

ત્રિયુગીનારાયણ હિંદુ પૂજા માટે એક ફેમસ સ્થળ છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. આ એક હિંદુ મંદિર છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

ભારતના ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું સોનપ્રયાગનું ખુબ જ ધાર્મિક મહ્તવ છે.કારણ કે, અહી બે શક્તિશાળી બાસુકી અને મંદાકિની નદીનો પવિત્ર સંગમનું પ્રતિક છે. સુંદર હિમાલય વચ્ચે વસેલું આ શાંત સ્થળ ચારધામ યાત્રા પર જતા ભક્તો માટે સુંદર સ્થળ છે.