વેલેન્ટાઇન ડે એ દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવતો ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે લોકો પોતાના પ્રિયજનો, મિત્રો અથવા જીવનસાથી પ્રત્યે પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે.વેલેન્ટાઇન ડે પર જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો ગુજરાતના રોમેન્ટિક સ્થળો વિશે જણાવીશું.
જો તમે આ વેલેન્ટાઇન ડે પર તમારા પાર્ટનરને ખાસ અનુભવ કરાવવા માંગતા હો, તો તમે તેમને ખાસ ટ્રીપ પર લઈ જઈ શકો છો. ઘણા લોકો એવું વિચારે છે કે ગુજરાતમાં એવી કોઈ રોમેન્ટિક જગ્યા નથી, જ્યાં તમે તમારા પાર્ટનર સાથે જઈ શકો, પરંતુ એવું નથી. ચાલો તમને આવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવીએ જે ખૂબ જ રોમેન્ટિક છે.
પાર્ટનર સાથે ગુજરાતમાં તમે ગીર અભ્યારણની મુલાકાત લઈ શકો છો. જો તમારે જંગલ સફારીની મજા લેવી છે. તો આ સ્થળ તમારા માટે બેસ્ટ રહેશે. ગીરમાં તમને સુંદર રિસોર્ટ પણ મળી જશે. અહિ જવા માટે નજીકનું રેલવે સ્ટેશન જૂનાગઢ છે. જૂનાગઢથી તમે બસ કે કારમાં સાસણ ગીર પહોંચી શકે છે.
જો તમારો પ્લાન પહાડીઓમાં જવાનો છે, તો સાપુતારા તમારા માટે બેસ્ટ રહેશે. તમે ગુજરાતના આ હિલ સ્ટેશન પર વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરી શકો છો.
કચ્છ કપલ માટે એક બેસ્ટ સ્થળ છે. જો તમે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા માટે કચ્છ જઈ રહ્યા છો તો અહિનું સેલિબ્રેશન તમને યાદગાર રહેશે. ટેન્ટ હાઉસમાં પાર્ટનર સાથે રહી શકો છો.વિદેશના લોકો પણ કચ્છના રણોત્સવની મજા માણવા આવતા હોય છે.
જો તમારા પાર્ટનરને બીચ પસંદ છે. તો માધવપુર બીચ,દ્વારકા બીચ, માંડવી બીચ અને શિવરાજ પુર બીચ જવાનો પણ પ્લાન બનાવી શકો છો.