
તમને જણાવી દઈએ કે, અહેમદપુર માંડવી બીચ સંઘપ્રદેશ દિવની ખુબ જ નજીક આવેલો છે.બીચ ફેસ્ટિવલને લઈ કલેક્ટર જાડેજા દ્વારા સ્થળનું નિરીક્ષણ પણ કરવામાં આવી ચૂક્યું છે.અહેમદપુર માંડવી બીચ કુદરતી સૌંદર્યનો અદભુત નજારો તમને જોવા મળશે.

અહમદપુર માંડવી બીચ ગુજરાત, ભારતમાં આવેલો દરિયાકિનારો છે. તે દીવ (કેન્દ્રશાસિત પ્રદેશ) નજીક ગીર સોમનાથ જિલ્લાના અહમદપુર માંડવીમાં આવેલ છે. અમદાવાદથી તે 370 કિમી દુર આવેલો છેઅને રાજ્યમાં પર્યટનના વિકાસ માટે સરકાર દ્વારા પસંદ કરાયેલા 14 દરિયાકિનારામાંનો એક દરિયાકિનારો છે.

સોમનાથ વેરાવળના નજીકનું રેલ્વે સ્ટેશન છે અને ત્યાં પહોંચવામાં 1 કલાક 57 મિનિટ લાગે છે.સોમનાથ જૂનાગઢથી 96 કિમી અને ચોરવાડથી 34 કિમી દૂર છે. સરકારી બસો અને ખાનગી લક્ઝરી બસ દ્વારા જઈ શકો છો.સૌથી નજીકનું એરપોર્ટ દીવ છે, દીવ એરપોર્ટ અહમદપુર બીચથી અંદાજે ( 12 કિમી) દૂર આવેલું છે અને ત્યાં પહોંચવામાં લગભગ 22 મિનિટ લાગે છે.
Published On - 1:35 pm, Mon, 20 January 25