
રાજકોટમાં એક નહીં પણ ચાર - ચાર રમકડાની લાઈબ્રેરી કાર્યરત છે.આ લાઈબ્રેરી રાજકોટના સાધુવાસવાણી રોડ,કેનાલરોડ અને શ્રોફરોડ પર આવેલી છે.જ્યાં બાળકોને મનગમતા રમકડા ભાડા પર આપવામાં આવે છે.બાળકોને મનોરંજન પણ પૂરું પાડી શકાય છે.

લાઈબ્રેરીની ખાસ વાત એ છે કે અહિંયા તમને અનેક પ્રકારના રમકડા મળી જશે.જે બાળકોને ગમતા હોય.આ રમકડા માટે એક મહિનાની મેમ્બરશીપના 20 રૂપિયા રાખવામાં આવ્યા છે.જેથી દરેક માતા-પિતાને આ રકમ પોસાય.પણ જો રમકડા તમે લઈ ગયા હોય અને નુકસાન થાય તો તમારે તેની કિંમત ચુકવવી પડે છે.

ટોયઝ લાઈબ્રેરીના ડેપ્યુટી ચીફ સુનિલભાઈ દેત્રોજાએ કહ્યું કે રાજકોટમાં મનપા સંચાલિત રમકડાની 4 લાઈબ્રેરી કાર્યરત છે.રાજકોટમાં સૌથી પહેલી રમકડાની લાઈબ્રેરી 1988માં શરૂ કરવામાં આવી હતી.આજે રાજકોટમાં રમકડાની 4 લાઈબ્રેરી કાર્યરત છે.

ટોયઝ લાઈબ્રેરી માટે 2થી13 વર્ષના બાળકો માટે મેમ્બરશીપ આપવામાં આવે છે.જેમાં દર મહિને 20 રૂપિયાનું લવાજમ હોય છે.જ્યારે તમે પહેલી વખત મેમ્બરશીપ લો છો. ત્યારે તમારે 280 રૂપિયા ચુકવવા પડે છે.જેમાં 60 રૂપિયા લવાજમના, 15 રૂપિયા દાખલ ફી, 5 રૂપિયા ફોર્મ ફી અને 200 રૂપિયા ડિપોઝિટના છે.જો કે ખાતુબંધ કરવામાં આવે છે ત્યારે તેમને રુપિયા પાછા આપવામાં આવે છે.

રાજકોટમાં આવેલી ચારેય લાઈબ્રેરીમાં કુલ 9થી10 હજાર જેટલા રમકડા છે.મેમ્બરશીપ લીધી હોય તેમાંથી 1200થી1300 મેમ્બર રેગ્યુલ છે.આ રમકડાનો લાભ દરરોજ 40થી50 લોકો લે છે.એમાં પણ વેકેશન શરૂ થાય એટલે આ સંખ્યા વધી જાય છે.