
આ તમામ સીરિઝ,સસ્પેન્સ,ક્રાઈમ અને મનોવૈજ્ઞાનિક થ્રિલરથી ભરપુર છે. જે લોકો થ્રિલર જોવાના ચાહકો છે. તેમણે એક વખત જરુર આ સીરિઝ જોવી જોઈએ. તમે આ ટોપ 5 હોલિવુડ થ્રિલર સીરિઝ જોઈ શકો છો.

Breaking Bad નામની વેબ સીરિઝ કેમિસ્ટ્રી ટીચરના ગુનાની દુનિાયામાં એન્ટ્રી થવાની શાનદાર થ્રિલર સ્ટોરી છે. તમે આ સીરિઝ Netflix પર જોઈ શકો છો.આ એક ફેમસ અમેરિકી ક્રાઈમ ડ્રામા સીરિઝ છે, જે હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.ટુંકમાં આ સ્ટોરી કેન્સર પીડિત કેમિસ્ટ્રી ટીચરની છે. જે પરિવારના ભવિષ્ય માટે પોતાના પૂર્વ વિદ્યાર્થી સાથે મળી ક્રિસ્ટલ મેથ (એક નશો) બનાવી વેચવાનું કામ શરુ કરે છે. જેની કુલ 5 સીઝન છે.

Mindhunter FBI આ કિલર્સની માનસિકતા પર આધારિત સસ્પેન્સ-થ્રિલર સીરિઝ છે. તમે આ થ્રિલર સીરિઝ Netflix પર જોઈ શકો છો.આ ક્રાઈમ થ્રિલર સીરિઝ 1970ના અંતમાં એફબીઆઈ એેજેન્ટો હોલ્ડન ફોર્ડ અને વિલ ટેંચ પર આધારિત છે. આ સીરિઝ બિહેવિયરલ સાયન્સ યુનિટની શરુઆતની સ્ટોરી દેખાડે છે. તમને જણાવી દઈએ કે, આ સીરિઝ "Mind Hunter: Inside the FBI's Elite Serial Crime Unit" પુસ્તક પર આધારિત છે.

True Detective ભયનો માહૌલ, ગુનાથી ભરેલી આ સીરિઝ JioCinema / HBO પર જોઈ શકો છો. ટ્રુ ડિટેક્ટિવ એક ફેમસ અમેરિકી એન્થોલોજી ક્રાઈમ ડ્રામા સીરિઝ છે. આ સીરિઝની દરેક સીઝનમાં એક નવો મર્ડર કેસ અને અલગ અલગ કલાકારો હોય છે.ટુંકમાં આ એક થ્રિલર-હોરર મિસ્ટ્રી શો છે.

The Night Of એખ હત્યાના કેસમાં કઈ રીતે આખી જિંદગી બદલી જાય છે. જેની દર્શાવતી આ રિયલિસ્ટિક થ્રિલર સીરિઝ તમે JioCinema / HBO પર મિત્રો સાથે જોઈ શકો છો.ધ નાઈટ ઓફ એ 2016ની અમેરિકન આઠ ભાગની ક્રાઈમ ડ્રામા મિનિસિરીઝ છે જે 2008ની બ્રિટીશ શ્રેણી ક્રિમિનલ જસ્ટિસની પ્રથમ સીરિઝ પર આધારિત છે. ધ નાઈટ ઓફને 14 એમી નોમિનેશન મળ્યા, જેમાં પાંચ જીત્યા,

Barry એક હિટમેન જે અભિનેતા બનવા માંગે છે પરંતુ ગુનાનો તેનો પીછો છોડતો નથી. આ સીરિઝ તમે JioCinema / HBO પર વીકએન્ડમાં ઘરે જોઈ શકો છો.Barry એક ડાર્ક કોમેડી ક્રાઈમ ડ્રામા સીરિઝ છે.