
મેષ રાશિ: તમારી સૌથી મોટી મૂડી તમારી હસવાની અને હસાવવાની શૈલી છે, તમારી બીમારીને ઠીક કરવા માટે તેનો ઉપયોગ કરીને જુઓ. પોતાના માટે પૈસા બચાવવાનો તમારો વિચાર આજે પૂરો થઈ શકે છે. આજે તમે યોગ્ય બચત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે દોસ્તીના ચક્કરમાં આ કિંમતી પળોને બગાડે નહીં. મિત્રો આગામી સમયમાં પણ મળી શકે છે પરંતુ ભણવા માટે આ સમય સૌથી શ્રેષ્ઠ છે. જીવનસાથી સાથે સારી વાતચીત થઈ શકે છે. (ઉપાય: ચંદ્રને અર્ધ્ય (ચોખા અને દૂધ મિશ્રિત) આપવું નોકરી/બિઝનેસ માટે ફાયદાકારક રહેશે.)

વૃષભ રાશિ: બાળકો તમારી સાંજને ખુશીની ચમકથી ભરી દેશે. થાકેલા અને કંટાળાજનક દિવસને અલવિદા કહેવા માટે એક સરસ ડિનરનું પ્લાનિંગ કરો. તેમનો સાથ તમારા શરીરમાં ફરીથી ઊર્જા ભરી દેશે. આ રાશિના વેપારીઓએ આજે પોતાના ઘરના એવા સભ્યોથી દૂર રહેવું જોઈએ જે તમારી પાસે પૈસા માંગે છે અને પછી પાછા આપતા નથી. ઘર બદલવા માટે સારો દિવસ છે. તમારી નોકરીને વળગી રહો અને બીજાઓ પાસેથી એવી અપેક્ષા ન રાખો કે તેઓ આવીને તમારી મદદ કરશે. જે લોકો તમારી પાસે મદદની ગુહાર લગાવશે, તેમની તરફ તમે મદદનો હાથ લંબાવશો. (ઉપાય: રાત્રે દૂધ, પાણી અને ખાંડને ઓશિકા પાસે રાખીને સવારે કોઈ વૃક્ષમાં રેડવાથી નોકરી/બિઝનેસમાં ફાયદો મળશે.)

મિથુન રાશિ: આજે તમારા ચહેરા પર સ્મિત રેલાયેલું રહેશે અને અજાણ્યા લોકો પણ પોતાના હોય તેવો અહેસાસ થશે. આજે કરવામાં આવેલું રોકાણ તમારી સમૃદ્ધિ અને આર્થિક સુરક્ષામાં વધારો કરશે. બાળકો તમને તેમની સિદ્ધિઓથી ગર્વનો અનુભવ કરાવશે. તમારે પ્રિયપાત્ર સાથે સર્વશ્રેષ્ઠ વર્તન કરવાની જરૂર છે, તમારી શારીરિક ઊર્જાનું સ્તર ઊંચું જાળવી રાખો, જેથી તમે સખત મહેનત કરીને વહેલામાં વહેલી તકે તેને પ્રાપ્ત કરી શકો. આ બાબતમાં તમે તમારા મિત્રોની મદદ પણ લઈ શકો છો, તેનાથી તમારો ઉત્સાહ વધશે અને હેતુ પાર પાડવામાં મદદ મળશે. નવરાશના સમયમાં આજે તમે તમારા મોબાઈલ પર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો. (ઉપાય: તમારા ઈષ્ટદેવની તાંબાની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરી તેમની રોજ પૂજા કરવાથી પ્રેમ સંબંધોમાં સુધારો થશે.)

કર્ક રાશિ: જિંદગી તરફ એક ઉદાર વલણ અપનાવો. તમારા ભાઈ-બહેનોમાંથી કોઈ આજે તમારી પાસે પૈસા ઉધાર માંગી શકે છે, તમે તેમને પૈસા ઉધાર તો આપી દેશો પરંતુ તેનાથી તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. તમે અનુભવશો કે તમારા મિત્રો સહયોગી સ્વભાવના છે, રોમાન્સને આંચકો લાગશે અને તમારા કિંમતી તોહફા (ભેટ) પણ આજે જાદુ ચલાવવામાં નિષ્ફળ રહેશે. કાર્યક્ષેત્રમાં આજે તમે તમારા કામમાં પ્રગતિ જોશો. (ઉપાય: એકમુખી રુદ્રાક્ષ સફેદ દોરામાં ધારણ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.)

સિંહ રાશિ: આજે તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે. આ રાશિના કેટલાક જાતકોને આજે જમીન સાથે જોડાયેલા કોઈ મુદ્દાને લઈને નાણાં ખર્ચવા પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી તમારું અંગત જીવન જ તમારા ધ્યાનનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ આજે તમે સામાજિક કાર્યો પર વધુ ધ્યાન આપશો અને જરૂરિયાતમંદોને મદદ કરવાનો પ્રયત્ન કરશો. કોઈ તમારી સાચા દિલથી પ્રશંસા કરશે. નવા વિચારો ફાયદાકારક સાબિત થશે. જ્યારે તમને એવું લાગે છે કે તમારી પાસે ઘરના લોકો કે મિત્રો માટે સમય નથી, ત્યારે તમારું મન ખરાબ થઈ જાય છે. આજે પણ તમારી મનઃસ્થિતિ આવી જ રહી શકે છે. ઘરના મોરચે તમે ઉત્તમ ભોજન અને ગાઢ ઊંઘનો પૂરો આનંદ માણી શકશો. (ઉપાય: પૂજાના સ્થાનમાં સફેદ શંખની સ્થાપના કરીને તેની નિયમિત પૂજા કરવાથી આર્થિક પ્રગતિ થશે.)

કન્યા રાશિ: સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. જો કે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, પરંતુ પૈસાનું સતત પાણીની જેમ વહી જવું તમારી યોજનાઓમાં અવરોધ ઊભો કરી શકે છે. કોઈ ઐતિહાસિક ઇમારતની આસપાસ ફરવા જવાનું પ્લાનિંગ કરો, આનાથી બાળકો અને પરિવારના સભ્યોને જરૂરી તાજગી મળશે. કાર્યક્ષેત્રમાં સારું અનુભવવા માટેના શ્રેષ્ઠ દિવસોમાંનો આ એક દિવસ છે. આજે તમારા સહકર્મીઓ તમારા કામના વખાણ કરશે અને તમારા બોસ પણ તમારા કામથી ખુશ થશે. વેપારીઓ પણ આજે વ્યાપારમાં મુનાફો (નફો) કમાઈ શકે છે. તમારા ઘરના લોકો આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે, પરંતુ તમે તમારી જ ધૂનમાં મસ્ત રહેશો અને નવરાશના સમયમાં કંઈક એવું કરશો જે કરવું તમને પસંદ છે. (ઉપાય: ચાંદીનો સિક્કો નાખીને ગંગાજળ ઘરમાં રાખવાથી આર્થિક પ્રગતિ થશે.)

તુલા રાશિ: ખૂબ વધારે ખાવાથી બચો અને તમારા વજન પર નજર રાખો. વિદેશમાં રહેલી તમારી જમીન આજે સારા ભાવે વેચાઈ શકે છે, જેનાથી તમને મોટો નફો થશે. કોઈ પત્ર કે ઈ-મેલ આખા પરિવાર માટે સારા સમાચાર લાવશે. સાંજે જીવનસાથી સાથે બહાર ફરવા જવો અથવા બહાર જમવા જઈ શકો છો અને એ સમય એક બીજા ને સમજવાની કોશિશ કરો અને સાથ સહકાર આપો. (ઉપાય: ચાંદીની બનેલી ગાયનું દાન કરવાથી નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થશે.)

વૃશ્ચિક રાશિ: જૂની પરિયોજનાઓની સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે. આજે તમને કોઈ અજ્ઞાત સ્ત્રોત તરફથી નાણાં પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે. દિવસને રોમાંચક બનાવવા માટે નજીકના મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો. આજે તમે તમારા પ્રેમી સાથે સમય વિતાવી શકશો અને તેમની સામે તમારી લાગણીઓ વ્યક્ત કરી શકશો. આજે સાંજે મિત્રો કે પરિવાર સાથે બહાર ફરવા જઈ શકો છો. (ઉપાય: તમારી બહેનનું સન્માન કરો, તેનાથી પ્રેમ સંબંધો સારા રહેશે.)

ધન રાશિ: દોડધામભર્યા દિવસ છતાં તમે ફરીથી ઊર્જા અને તાજગી મેળવવામાં સફળ રહેશો. રોકાણ માટે સારો દિવસ છે, પરંતુ યોગ્ય સલાહ લઈને જ રોકાણ કરો. એવા મિત્રો પાસે જાઓ, જેમને તમારી જરૂર છે. સારા કામકાજના કારણે તમારા વખાણ થઈ શકે છે. ઘરના કામો પૂરા કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે નવરાશના સમયે ટીવી કે મોબાઈલ પર કોઈ મૂવી જોઈ શકે છે. (ઉપાય: પ્રેમી/પ્રેમિકાને પીળા વસ્ત્રો ભેટ આપવાથી પ્રેમ સંબંધો મજબૂત થશે.)

મકર રાશિ: તમારો વિશ્વાસ અને આશા તમારી ઈચ્છાઓ તેમજ અપેક્ષાઓ માટે નવા દરવાજા ખોલશે. તમારા નાણાંની બચત કરવા માટે આજે તમારે ઘરના લોકો સાથે વાત કરવાની જરૂર છે. તેમની સલાહ તમારી આર્થિક સ્થિતિને સુધારવામાં મદદરૂપ સાબિત થશે. કામકાજના મોરચે તમારી સખત મહેનત ચોક્કસપણે રંગ લાવશે. પૈસા, પ્રેમ અને પરિવારથી દૂર થઈને આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો. જો તમે પ્રયત્ન કરશો તો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો સૌથી શ્રેષ્ઠ દિવસ વિતાવી શકો છો. (ઉપાય: તમારા સગા ભાઈઓ પ્રત્યે મનમાં મેલ ન રાખવો અને અપશબ્દો બોલવાથી બચવું આર્થિક સ્થિતિ માટે શુભ રહેશે.)

કુંભ રાશિ: મૌજ-મસ્તી અને મનપસંદ કામ કરવાનો દિવસ છે. જો તમે લોન લેવાના હતા અને ઘણા દિવસોથી આ કામમાં લાગેલા હતા તો આજ પ્રગતિ થઈ શકે છે અને તમને લોન મળી શકે છે. સંયમ અને સાહસ જાળવી રાખો, ખાસ કરીને ત્યારે જ્યારે બીજા લોકો તમારો વિરોધ કરે, જેની કામકાજ દરમિયાન શક્યતા છે. લાંબા સમયથી લટકેલી મુશ્કેલીઓનો જલ્દી જ ઉકેલ લાવવાની જરૂર છે અને તમે જાણો છો કે તમારે ક્યાંક ને ક્યાંકથી શરૂઆત કરવી પડશે- તેથી સકારાત્મક વિચારો અને આજથી જ પ્રયાસ શરૂ કરો. આ પરિણીત જીવનના સૌથી ખાસ દિવસોમાંનો એક છે. (ઉપાય: તમારા વજન જેટલા જવ તોલીને કોઈ ગૌશાળામાં આપવાથી પારિવારિક જીવન ખુશહાલ રહેશે.)

મીન રાશિ: તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, જે આધ્યાત્મિક જીવન માટે આવશ્યક છે. લાંબા સમયથી અટકેલા વળતર અને દેવાના નાણાં આખરે તમને મળી જશે. કોઈ મિત્ર પોતાની અંગત સમસ્યાઓના ઉકેલ માટે તમારી સલાહ માંગી શકે છે. ઓફિસમાં તમારા દુશ્મનો પણ આજે તમારા મિત્ર બની જશે - માત્ર તમારા એક નાના એવા સારા કામના લીધે. આ રાશિના જાતકોને આજે પોતાના માટે ઘણો સમય મળશે. આ સમયનો ઉપયોગ તમે તમારા શોખ પૂરા કરવા માટે કરી શકો છો. તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા તમારું મનપસંદ સંગીત સાંભળી શકો છો. (ઉપાય: રામચરિતમાનસના સુંદરકાંડનો પાઠ કરવાથી પારિવારિક જીવન સારું ચાલશે.)
Published On - 6:01 am, Fri, 11 September 26