
બેકિંગ સોડા કોફીના ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. ડાઘ પર બેકિંગ સોડાની પેસ્ટ લગાવો અને થોડીવાર રહેવા દો. પછી, નરમ બ્રશ સાથે ધીમેધીમે ડાઘ દૂર કરો. પછી કપડાને હળવા ભીના કપડાથી લૂછી લો.

વિનેગર ડાઘ તોડવા માટે મદદ કરી શકે છે. આ માટે વિનેગર અને પાણીને સરખી રીતે મિક્સ કરીને તેમાં કપડું ડુબાડીને ડાઘ પર લગાવો. તેને થોડીવાર રહેવા દો. પછી ભીના કપડાથી લૂછી લો.

સાબુમાં ગ્રીસ અને તેલને તોડવાની ક્ષમતા હોય છે, જે કોફીના ડાઘ દૂર કરવામાં મદદ કરી શકે છે. ડીશ સાબુ અને પાણી મિક્સ કરો અને તેને ડાઘ પર લગાવો. થોડીવાર આ રીતે રાખ્યા બાદ તેને હળવા પાણીથી સાફ કરી લો. અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીના આધારે છે. કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી
Published On - 3:58 pm, Sun, 1 September 24