
જો તમે પણ WhatsApp માં ઉપલબ્ધ આ ઉપયોગી ફીચરને ઓન કરવા માંગો છો, તો સૌ પ્રથમ તમારે WhatsApp ખોલવું પડશે.

આ પછી, જમણી બાજુ દેખાતા ત્રણ ડોટ આઇકોન પર ક્લિક કરો, ત્રણ ડોટ પર ક્લિક કરતાની સાથે જ તમને સેટિંગ્સ વિકલ્પ દેખાવા લાગશે.

સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, privacy વિકલ્પ પર ટેપ કરો

આ પછી, થોડું નીચે સ્ક્રોલ કરો, તમને એડવાન્સ્ડ વિકલ્પ દેખાશે.

તમે એડવાન્સ્ડ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ તમને આ સુવિધા દેખાશે, તમે તેને અહીંથી ઓન કરી લો. બસ આટલું કરતાની સાથે આ ફીચર એક્ટિવ થઈ જશે અને આમ જો તમારા વોટ્સએપ પર કોઈ અજાણી વ્યક્તિ વારે વારે મેસેજ કરશે તો તે આપમેળે બ્લોક થઈ જશે.