ઓનલાઇન નવો ફોન કે લેપટોપ મંગાવ્યો? તો ખોલતા પહેલા આ 3 બાબતોનું ધ્યાન રાખો

નવો સ્માર્ટફોન, લેપટોપ કે અન્ય ગેજેટ્સ ખરીદવા માટે તમારે દુકાને જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઇન ઓર્ડર કરી શકો છો અને થોડા જ દિવસોમાં વસ્તુ તમારા ઘર સુધી પહોંચી જાય છે.

| Updated on: Nov 12, 2026 | 1:08 PM
1 / 7
આજકાલ, નવો સ્માર્ટફોન, લેપટોપ કે અન્ય ગેજેટ્સ ખરીદવા માટે તમારે દુકાને જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઇન ઓર્ડર કરી શકો છો અને થોડા જ દિવસોમાં વસ્તુ તમારા ઘર સુધી પહોંચી જાય છે.

2 / 7
જોકે, ડિલિવરી સમયે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેના કારણે તમારે આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. ઉદાહરણ તરીકે, તમને ખામીયુક્ત ફોન મળી શકે છે, સ્ક્રીન તૂટેલી હોઈ શકે છે, અથવા તમે જે મંગાવ્યું હતું તેના બદલે કોઈ અલગ જ પ્રોડક્ટ મળી શકે છે. આવા કિસ્સાઓમાં, જો તમે વસ્તુ પરત કરવા (return) કે બદલવા (replace) માટે વિનંતી કરો, તો તમારી પાસે પુરાવા માંગવામાં આવી શકે છે. તેથી, ઉત્સાહમાં આવીને તરત જ બોક્સ ખોલીને ઉપકરણનો ઉપયોગ કરવાનું શરૂ ન કરો. તેના બદલે, 'અનબોક્સિંગ' (બોક્સ ખોલવાની પ્રક્રિયા)નો વિડિયો બનાવતી વખતે આ ૩ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો.

3 / 7
પેકેજ, શિપિંગ લેબલ અને કંપનીની સીલ ચેક કરો : જ્યારે તમારો નવો ફોન કે લેપટોપ આવે, ત્યારે તરત જ બોક્સ ખોલવાની ઉતાવળ ન કરો. તમારા અનબોક્સિંગ વિડિયોની શરૂઆત કેમેરા સામે કુરિયર પેકેજ બતાવીને કરો. પેકેજને ચારે બાજુથી રેકોર્ડ કરો અને ખાતરી કરો કે તેના છએ ખૂણા દેખાય. આનાથી એ જાણી શકાય છે કે ડિલિવરી સમયે પેકેજ ફાટેલું હતું કે તેની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી હતી.

4 / 7
પેકેજ પરનું શિપિંગ લેબલ સાથે વીડિયો રેકોર્ડ કરો : તેમાં તમારું નામ, ઓર્ડર ID અને ટ્રેકિંગ નંબર સ્પષ્ટપણે દેખાવા જોઈએ. જ્યારે તમે પેકેજમાંથી ફોન કે લેપટોપનું બોક્સ બહાર કાઢો, ત્યારે તેની બ્રાન્ડ સીલ પણ રેકોર્ડ કરો. આ ઉપરાંત, બોક્સની પાછળ છાપેલું IMEI અથવા સીરીયલ નંબર પણ વીડિયોમાં કેપ્ચર કરો. જો કંપનીની સીલ તૂટેલી લાગે અથવા બોક્સ પહેલેથી જ ખુલેલું હોય, તો તે પણ વિડિયોમાં ખાસ રેકોર્ડ કરો.

5 / 7
ઉપકરણ ચાલુ કરતા પહેલા તેને સારી રીતે તપાસો: ઘણા લોકો નવો ફોન કે લેપટોપ મળતાની સાથે જ તેને ચાલુ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમ કરતા પહેલા ઉપકરણને ધ્યાનથી તપાસવું ખૂબ જરૂરી છે. બોક્સ ખોલ્યા પછી, ઉપકરણની સ્ક્રીન, બોડી, કેમેરા લેન્સ અને ચાર્જિંગ પોર્ટને કાળજીપૂર્વક તપાસો. જો ડિલિવરી દરમિયાન પેકેજ પર દબાણ આવ્યું હોય, તો સ્ક્રીન તૂટી શકે છે અથવા બોડી પર સ્ક્રેચ (ઘસરકા) પડી શકે છે. જો તમને આવી કોઈ સમસ્યા જણાય, તો તેને વીડિયોમાં સ્પષ્ટપણે બતાવો.

6 / 7
કેમેરામાં બોક્સની તમામ વસ્તુઓ રેકોર્ડ કરો: બોક્સમાંથી ચાર્જર, કેબલ અને અન્ય એસેસરીઝને એક પછી એક કેમેરાની સામે બહાર કાઢો. કેટલીકવાર બોક્સમાંથી વસ્તુઓ ગાયબ હોઈ શકે છે અથવા મૂળ એસેસરીઝની જગ્યાએ અન્ય વસ્તુઓ હોઈ શકે છે; તેથી, બોક્સમાં રહેલી દરેક વસ્તુનું રેકોર્ડિંગ કરવું હિતાવહ છે. જો તમારે ભવિષ્યમાં વસ્તુ પરત (return) કરવાની કે બદલવાની (replacement) વિનંતી કરવાની જરૂર પડે, તો આ વીડિયો પુરાવા તરીકે કામ લાગી શકે છે.

7 / 7
ઉપકરણની પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ જાય, પછી તેને કેમેરાની સામે રાખીને on કરો. જો ફોન ચાલુ ન થાય, સ્ક્રીન પર લીલી કે પીળી રેખાઓ દેખાય, અથવા અન્ય કોઈ તકનીકી ખામી જણાય, તો તે પણ વીડિયોમાં રેકોર્ડ થાય તેની ખાતરી કરો. ઉપકરણ સંપૂર્ણપણે ચાલુ થઈ જાય અને હોમ સ્ક્રીન અથવા પ્રારંભિક સેટઅપ પેજ પર આવી જાય, ત્યારે જ રેકોર્ડિંગ બંધ કરો. આ રીતે બનાવેલો અનબોક્સિંગ વીડિયો જેમાં કોઈ કટ (cuts) ન હોય તેને વસ્તુ પરત કરવા કે બદલવા માટે દાવો (claim) કરતી વખતે પુરાવા તરીકે રજૂ કરી શકાય છે.

Follow Us
Loading...
Unable to load recommendations.