
ટૂંકમાં, હવે તમે બધી સેવાઓ એક જ લોગિનથી સરળતાથી મેળવી શકશો. અહેવાલો અનુસાર, જે મુસાફરો પાસે પહેલાથી જ 'IRCTC રેલ કનેક્ટ' અથવા 'UTS on Mobile' એપ્લિકેશન્સ પર એકાઉન્ટ છે, તેઓ સમાન લોગિન ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને આ એપમાં Login કરી શકશે.

એપ્લિકેશનમાં ડિજિટલ વોલેટ પણ છે, જે ઝડપી ટિકિટ બુકિંગ અને બીજા પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે. વધુમાં, સુરક્ષા માટે બાયોમેટ્રિક લોગિન અથવા mPIN વિકલ્પનો પણ વિકલ્પ હશે. જણાવી દઈએ કે, 'RailOne' એપ્લિકેશન પર રજીસ્ટ્રેશનની પ્રોસેસ ખૂબ જ સરળ છે. તમારે ફક્ત મોબાઇલ નંબર અને OTP દાખલ કરવાની જરૂર છે. આ એપ Google Play Store અને Apple App Store બંને પરથી ડાઉનલોડ કરી શકો છો.

આ અગાઉ, મુસાફરોને ટિકિટ, ફરિયાદ અને ટ્રેકિંગ સર્વિસ માટે અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડતો હતો. જો કે, RailOne એપ્લિકેશન મુસાફરોનો સમય અને મોબાઇલ સ્ટોરેજ બંને બચાવશે.

પહેલા મુસાફરોને વિવિધ સર્વિસ માટે અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડતો હતો. અનામત ટિકિટ બુક કરવા માટે 'UTS', આરક્ષિત સીટ ટિકિટ માટે 'IRCTC Rail Connect', ફરિયાદો અથવા સૂચનો માટે 'Rail Madad', ટ્રેનની સ્થિતિ અને ટ્રેકિંગ માટે 'NTES' તેમજ પ્રવાસ દરમિયાન ફૂડ ઓર્ડર કરવા માટે 'eCatering' એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો.