
આ બિઝનેસ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, દુકાનના ભાડાના કોન્ટ્રાક્ટ અથવા માલિકી દસ્તાવેજ તેમજ સ્થાનિક મ્યુનિસિપલ લાઈસન્સ જેવા દસ્તાવેજોની જરૂર પડે છે. જો તમારું વાર્ષિક વેચાણ ₹20 લાખથી વધુ થાય તો GST રજીસ્ટ્રેશન ફરજિયાત બને છે.

જો તમે સ્ટોક હોલસેલમાં ખરીદવા માંગો છો તો મુંબઈમાં ધારાવી અને બાંદરા, અમદાવાદમાં કાલુપુર માર્કેટ, સુરતના માર્કેટ્સ અને દિલ્હીના સદર બજાર જેવા વિસ્તારોમાંથી સારી ક્વોલિટી અને કિંમતેથી મટિરિયલ મેળવી શકો છો. આ સાથે જ Indiamart અને Udaan App જેવી ઓનલાઇન B2B સાઇટ્સ પરથી પણ હોલસેલ માલ મંગાવી શકો છો.

માર્કેટિંગ માટે દુકાનની બહાર આકર્ષક બોર્ડ લગાવો, combo offers (જેમ કે ઘડિયાળ + વોલેટ) અને તહેવાર વખતે ગિફ્ટ પેકિંગ સ્કીમથી ગ્રાહકોને આકર્ષો. Instagram અને Facebook પર reel તેમજ ફોટા પોસ્ટ કરો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ થકી ગ્રાહકોનો બેઝ વધારો.

જો તમારું લોકેશન સારું હોય, સ્ટોક ટ્રેન્ડી હોય અને માર્કેટિંગ નિયમિત કરો તો, આ બિઝનેસથી તમે ઓછા રોકાણે સારી આવક મેળવી શકો છો.