
IPO હેઠળ કુલ 48,40,000 શેર લૉન્ચ કરવામાં આવી રહ્યા છે. આ શેરમાંથી લગભગ 47 ટકા Qualified Institutional Buyer (QIBs) માટે, લગભગ 14 ટકા Non-Institutional Investor (NIIs) માટે, લગભગ 33 ટકા રિટેલ રોકાણકારો માટે અને લગભગ 28 ટકા એન્કર રોકાણકારો માટે અનામત છે.

E to E ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર 15 વર્ષ કે તેથી વધુ સમયથી રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સક્રિય છે. કંપની રેલવે મેનલાઇન, મેટ્રો અને અર્બન ટ્રાન્ઝિટ સિસ્ટમની સાથે સાથે પ્રાઇવેટ રેલ સાઇડિંગ માટે એન્ડ-ટુ-એન્ડ રેલ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પણ પૂરા પાડે છે. કંપનીની કામગીરી ડિઝાઇન અને કન્સલ્ટન્સીથી લઈને પ્રોક્યોરમેન્ટ, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ, સિસ્ટમ ઇન્ટિગ્રેશન, ઓપરેશન અને મેન્ટેનન્સ સુધી ફેલાયેલી છે.

કંપનીની મજબૂત પકડ રેલ સિગ્નલિંગ, ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ, રેલવે ઇલેક્ટ્રિફિકેશન અને ટર્નકી પ્રોજેક્ટ્સ ક્ષેત્રમાં છે. કંપનીના મુખ્ય ગ્રાહકોમાં ભારતીય રેલવેના ઝોનલ યુનિટ્સ, પીએસયુ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપનીઓ અને મોટા કોર્પોરેટ્સ પણ જોડાયેલા છે.