કેબમાં બેસતા પહેલા આ 3 કામ જરુર કરી લેજો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જશો

|

Jul 14, 2024 | 2:39 PM

જો તમે કેબમાં મુસાફરી કરો છો તો સાવચેત રહો, કેબમાં બેસતા પહેલા આ 3 બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ બાબતોને નજરઅંદાજ કરશો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તેનાથી તમને ભારે નુકસાન થઈ શકે છે અને જાન-માલ માટે પણ ખતરો બની શકે છે.

1 / 6
આજકાલ લોકો એસીના કારણે કે અન્ય કોઈ કારણસર કેબમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. કેબમાં મુસાફરી કરવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ કેટલીક બાબતોને અવગણવી તમને મોંઘી પડી શકે છે. તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો, તેથી કેબમાં બેસતા પહેલા આ ત્રણ બાબતોનું ધ્યાન રાખવુ જરુરી છે.

2 / 6
કેબમાં શું ગડબડ હોઈ શકે છે? : જ્યારે પણ તમે કેબ બુક કરો છો ત્યારે તેમાં ડ્રાઈવરનો ફોટો, કાર નંબર અને અન્ય વિગતો પણ બતાવવામાં આવે છે. પરંતુ ક્યારેક યોગ્ય કેબ આવે છે પરંતુ ડ્રાઈવર કોઈ અન્ય હોય છે, આવી સ્થિતિમાં તમારે કેબમાં બેસવું જોઈએ નહીં. આ સિવાય ડ્રાઈવર સાચો છે પણ કેબનો નંબર મેળ ખાતો નથી, ડ્રાઈવર તમને ઘણા બહાના આપે છે કે કાર બગડી ગઈ છે, તમે ઉતાવળમાં માની લો અને બેસી જાઓ પણ આ ખુબ જ ગંભિર પરિણામ આવી શકે છે

3 / 6
કેબ નંબર વેરીફાય કરો : કેબમાં બેસવા પહેલા કેટલીક બાબતો તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, પછી ભલે તમે કોઈપણ કેબ બુક કરો. જ્યારે પણ કોઈ કેબ આવે ત્યારે કેબ નંબર વેરીફાય કરો, જો તે કાર કરતા અલગ નંબરવાળી કાર તમારી પાસે આવી હોય તો તે કેબમાં બેસવાની ભૂલ ન કરો. તે કેબ રદ કરો અને તરત જ બીજી કેબ બુક કરો.

4 / 6
કેબ ડ્રાઈવર :  કેબ નંબર તપાસ્યા પછી, કેબ ડ્રાઇવર પર પણ નજર રાખો. તમારી પાસે કેબ અને ડ્રાઈવરની વિગતો એપ પર દર્શાવેલ છે. જો ડ્રાઈવરના પ્રોફાઈલ ફોટો સાથે ડ્રાઈવર મેચ ન થાય તો તે કેબમાં ચડવાની ભૂલ ન કરો. આમાં તમારો અકસ્માત થઈ શકે છે અને તે તમારા માટે ખતરનાક બની શકે છે.

5 / 6
કેબમાં ચાઈલ્ડ લોક? : 1 જુલાઈ, 2019 થી, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કોમર્શિયલ વાહનોના પાછળના દરવાજામાં ચાઈલ્ડ લોક લગાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો તમારી કેબમાં પાછળના દરવાજામાં ચાઈલ્ડ લોક લગાવેલું હોય તો સાવધાન થઈ જાવ. કેબમાં લગાવેલા ચાઈલ્ડ લોકને કારણે, તમે મુશ્કેલીના સમયે સરળતાથી દરવાજો ખોલી શકતા નથી અને કેબમાં જ ફસાઈ શકો છો. તેથી, કેબમાં બેસતા પહેલા, ચાઇલ્ડ લોક પર પણ ધ્યાન આપો.

6 / 6
લોકેશન શેયર કરવાનું ના ભૂલો : જો ઉપર જણાવેલ બધી બાબતો કેબમાં બરાબર છે અને તમે કેબમાં ચડ્યા છો, તો તમારે સૌ પ્રથમ કેબની વિગતો અને સ્થાન તમારા મિત્રો અથવા કુટુંબીજનો સાથે કોઈપણ લોકેશન શેરિંગ એપ દ્વારા શેર કરવું જોઈએ. આનાથી જો તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ તો પણ તમને શોધવામાં સરળતા રહેશે અને પોલીસ અને પરિવારના સભ્યો તમારા સુધી પહોંચી શકશે.

Next Photo Gallery