
જેમાં સૌથી પહેલું નામ પ્રિયંકા ચોપરાનું આવે છે. તેમણે પોતાની ઓટોબાયોગ્રાફીમાં ખુલાસો કર્યો હતોકે, તેમણે કરિયરના શરુઆતમાં એક નાકમાં એક ગાંઠ થઈ હતી. તેને દુર કરવા માટે તેમણે સર્જરી કરાવી હતી. જેનાથી તેનો ચેહરો આખો બદલાય ગયો હતો. આ કારણે તેમણે અનેક માનસિક તણાવનો પણ સામનો કર્યો હતો. લોકો તેને પ્લાસ્ટિક ચોપરા કહેવાનું શરુ કર્યું હતુ. ત્યારબાદ નાકનો શેપ યોગ્ય કરવા માટે તેમણે એક પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.

ગ્લેમર્સ વર્લ્ડ અને ઈન્ડસ્ટ્રીમાં હંમેશા પરફેક્ટ દેખાવવા માટે તેમજ સ્ક્રીન પર બેસ્ટ પોઝ આપવા સ્ટાર માટે એક પ્રોફેશનલ વાત છે.કેટલીક વખત સુંદર દેખાવવા માટે અભિનેત્રીઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે. આજે 15 જુલાઈના રોજ વર્લ્ડ પ્લાસ્ટિક સર્જરી ડે છે. તો ચાલો જાણીએ કઈ કઈ અભિનેત્રીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

ફિલ્મો અને ટીવીની સીનિયર અભિનેત્રી ઈવા ગ્રોવર, જેમણે ચાહકોએ ફેમસ શો બડે અચ્છે લગતે હેમાં જોઈ હશે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, તેમણે લિપ સર્જરી કરાવી હતી.ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડસ્ટ્રીમાં ડઝનબંધ અભિનેત્રીઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે, પરંતુ અમુક સ્ટાર્સે જ આગળ આવીને આ સ્વીકારવાની હિંમત બતાવી છે.

કોન્ટ્રવર્સી ક્વિન રાખી સાવંતની વાત આવે તો પહેલા જે તેમણે આ વિશે વાત કરી હતી. કોફિ વિથ કરણમાં કહ્યું કે, જે ભગવાન નથી આપતું તે ડોક્ટર આપે છે. તેમણે કહ્યું ગ્લેમર્સ દેખાવવા અને ઈન્ડસ્ટ્રીમાં રહેવા માટે તેમણે ચેહરાની સર્જરી કરાવી હતી.

સાઉથ અને બોલિવુડ ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને સિંગર પણ પોતાની પર્સનલ લાઈફ અને નિર્ણયના કારણે ચર્ચામાં રહી છે. 2020માં શ્રુતિ હાસને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું હતુ કે, હા મે કોસ્મેટિક સર્જરી કરાવી છે. આ નિર્ણય તેનો પોતાનો હતો.

"સાકી સાકી" ગર્લ તરીકે જાણીતી બોલિવૂડ અભિનેત્રી કોઈના મિત્રાએ 2011માં પોતાના લુકને બદલવા માટે (નાકની સર્જરી) કરાવી હતી. સર્જરીની આડઅસર અને ચહેરા પર સોજાને કારણે તેની કારકિર્દી પર અસર પડી હતી. તેણે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આ નિર્ણયને કારણે તેને ત્રણ વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં ટોર્ચર સહન કરવું પડ્યું હતુ.

આયશા ટાકિયા કરિયરથી વધારે પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહી છે. તે પ્લાસ્ટિક સર્જરીને લઈ ખુબ ટ્રોલ થઈ છે. જેનાથી તેનો લોક ખુબ બદલી ગયો છે. લોકોને આ સર્જરી પસંદ આવી ન હતી. પ્લાસ્ટિક સર્જરી પછી આયશા ટાકિયા કરિયરમાં ફ્લોપ રહી છે.