
સફેદ ઈમારતો, આસમાની સમુદ્રો, ગુફાઓ, પહાડો અને રમણિય દૃશ્યોથી ભરાલો આ બીચ ટાઉન પ્રકૃતિ પ્રેમીઓને ખૂબ પસંદ આવે એ. ધ ટ્રાવેલના જણાવ્યા અનુસાર 5 પરિવારોને Antikythera નામના આ ટાપુ પર વસવા માટે આર્થિક મદદ પણ આપવામાં આવશે અને રહેવા માટે ઘર પણ મળશે.

જો કોઈ વ્યક્તિ પાસે કોઈ કામની સ્કિલ છે, જેમકે બેકરી ચલાવવી, માછલી પકડવી તો તેમને પણ ત્યાં રહેવા માટે પ્રાથમિક્તા મળશે. કારણ કે આવા કૌશલ્ય ધરાવતા લોકોને અહીંની વસ્તી અને અર્થવ્યવસ્થાને વધારવામાં મદદ કરી શકે છે. પસંદગી પ્રક્રિયામાં એક ઈન્ટરવ્યુ લેવામાં આવશે. જો તમે ત્યાં શિફ્ટ થાઓ છો તો તમને દર મહિને 600 ડૉલર (50 હજાર) અને એક જમીનનો ટુકડો આપવામાં આવશે. એ પણ ત્રણ વર્ષ સુધી.

આ સુંદર જગ્યા એ પરિવારો માટે 60 હજાર ડૉલર (50 લાખ) સુધી આપે છે, જે ઓછામાં ઓછા 4 લોકો સાથે અહીં આવીને રહેવી ઈચ્છે છે. ટ્રાવેલર 365 અનુસાર જે વ્યક્તિ સ્વિટ્ઝર્લેન્ડ ના આ સુંદર ગામ અલ્બિનેનમાં શિફ્ટ થશે, તેને લગભગ 26,800 તડૉલર ( ₹22 લાખ) મળશે. જ્યારે દરેક બાળક પર લગભગ 10,700 ડૉલર ( ₹9 લાખ) આપવામાં આવશે.

એટલે કે જો કોઈ પરિવાર અહીં આવીને વસે છે તો તેમને કૂલ 57,900 (અંદાજિત ₹47 લાખ) સુધીની મદદ મળી શકે એ. આ સ્કીમ ખાસ કરીને યુવા પરિવારો અને કપલ્સ માટે ઘણી લાભદાયક છે. આ દેશ આવી સ્કીમ તેમની ઘટતી જતી વસ્તીને ફરી બેઠી કરવા માટે કરી રહ્યા છે.

પ્રેસીચે, ઈટલી સ્થાનિક પાર્ષદ એલ્ફ્રેડો પાલેસના જણાવ્યા અનુસાર, પ્રેસીચે શહેરના ઐતિહાસિક વિસ્તાર માં ઘર ખાલી પડ્યા છે. CNN ના એક રિપોર્ટ અનુસાર તેઓ ઈચ્છે છે કે આ ખાલી ઘર ફરી લોકોથી ભરાઈ જાય. એટલા માટે લગભગ 30 હજાર ડૉલર ની મદદ મળી રહી છે. આ રકમ બે ભાગમાં વહેંચવામાં આવશે. એક હિસ્સો જુના ઘરને ખરીદવા માટે મળશે અને બીજો હિસ્સો ઘરની મરમ્મત માટે ઉપયોગમાં લઈ શકો છો. આ શહેર લોકોને અહીં રહેવા માટે 30 હજાર ડૉલર (₹25 લાખ) આપી રહ્યા છે.
Published On - 3:14 pm, Sun, 6 July 25