1 / 7
આ સુપર ફ્રુ઼ડની મોસમ શિયાળામાં જ હોય છે. સ્વાદમાં મીઠો અને બટાકા જેવો સ્વાદ ધરાવતા શક્કરિયા પોષક તત્વોનો ભંડાર છે. શક્કરિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શક્કરીયામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર, વિટામીન A, C અને B6 હોય છે. આ સિવાય પોટેશિયમ અને મેંગેનીઝ જેવા મિનરલ્સ પણ છે. શક્કરિયામાંથી ઘણી જુદી જુદી વાનગીઓ બનાવી શકાય છે. ઠંડીના દિવસોમાં તમારે દરરોજ એક શક્કરિયા ખાવી જોઈએ. આ સાથે, શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી વિટામિન્સ અને પોષક તત્વો મળતા રહેશે.