
ગોપનીયતાનું ઉલ્લંઘન: જો કોઈ AI મોડેલને કોઈ વ્યક્તિના ખાનગી ફોટા અથવા ડેટા પર આપી ઈમેજ બનાવે તો તે વ્યક્તિની ગોપનીયતાને જોખમમાં મૂકી શકે છે. કોઈપણ તમારા ચહેરાનો ઉપયોગ કરીને એવા ફોટા બનાવી શકે છે જે વાસ્તવિક નથી, જે વ્યક્તિગત અને સામાજિક બંને સમસ્યાઓનું કારણ બની શકે છે.

સાયબર ધમકી અને પજવણી: AI-જનરેટેડ ફોટાનો ઉપયોગ કોઈને હેરાન કરવા, ધમકાવવા અથવા શરમજનક બનાવવા માટે થઈ શકે છે. આ ખાસ કરીને એવા લોકો માટે હાનિકારક છે જેઓ પહેલાથી જ ઓનલાઈન પજવણીનો સામનો કરી રહ્યા છે.

ડીપફેક બનાવી શકે : જ્યારે વાસ્તવિક અને નકલી ફોટા વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બને છે, ત્યારે આપણે ડિજિટલ માહિતી પર વિશ્વાસ કરવાનું બંધ કરી શકીએ છીએ. આ ડીપફેક ટેકનોલોજીનો મોટો ખતરો છે, જ્યાં વિડિઓઝ અને ફોટાનો ઉપયોગ લોકોને એવી વાતો કહેતા અથવા કરતા બતાવવા માટે કરી શકાય છે જે તેમણે ક્યારેય કરી ન હોય. થોડા સમય પહેલા અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ડીપફેક વાયરલ થયો હતો તે બધાને યાદ જ છે. આથી આ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.