સતત ત્રીજા દિવસે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બદલાયા : જાણો કોણ છે આજે નંબર 1? Top -10 માં એકપણ ભારતીય નહીં!

Bloomberg Billionaires Index : વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ત્રણ દિવસમાં ત્રણ મોટા ફેરફારો થયા છે. આ પહેલા એલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ હતા. બે દિવસ પહેલા જ જેફ બેઝોસે તેમની પાસેથી નંબર વન અબજોપતિનો તાજ છીનવી લીધો હતો. આજે બર્નાર્ડ આર્નોલ્ટ જેફ બેઝોસને પાછળ છોડીને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

| Edited By: | Updated on: Mar 07, 2024 | 8:17 AM
4 / 5
આ વર્ષે Meta CEO માર્ક ઝકરબર્ગ કમાણીમાં પ્રથમ સ્થાને છે. ઝકરબર્ગે $49.9 બિલિયનની કમાણી કરી છે. વિશ્વના આ ચોથા સૌથી અમીર વ્યક્તિ પાસે હાલમાં $178 બિલિયનની સંપત્તિ છે. બિલગેટ્સ પાંચમા નંબરે છે. તેમની સંપત્તિ પણ આ સમયગાળા દરમિયાન $7.27 બિલિયન વધીને $148 બિલિયન થઈ છે.

5 / 5
$139 બિલિયનની કુલ નેટવર્થ સાથે સ્ટીવ બાલ્મર બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં છઠ્ઠા ક્રમે છે. વોરેન બફેટ આ યાદીમાં સાતમા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 133 અબજ ડોલર છે. 127 અબજ ડોલર સાથે આઠમા સ્થાને લેરી એલિસન છે. લેરી પેજ નવમા સ્થાને છે અને તેની કુલ સંપત્તિ $121 બિલિયન છે. સેર્ગેઈ બ્રિન 115 બિલિયન ડોલર સાથે દસમા સ્થાને છે.  અંબાણી 11 માં સ્થાને છે.