
ભુલ્લર પરિવારો ભારતમાં અમૃતસર, તરનતારન, ભટિંડા, ફરીદકોટ વગેરે જિલ્લાઓમાં મોટી સંખ્યામાં સ્થાયી છે. જ્યારે ભુલ્લર પરિવારો પાકિસ્તાનના લાહોર, ઓકારા અને ફૈસલાબાદ પ્રદેશોમાં પણ રહે છે.

શીખ સમુદાયના ઇતિહાસમાં, મુઘલ શાસન અને અન્ય આક્રમણો દરમિયાન ઘણા ભુલ્લર જાટ સરદારોએ બહાદુરી દર્શાવી હતી.

કેટલાક ભુલ્લર પરિવારોએ શીખ મિસલ (સંઘ) માં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પાછળથી, આ સમુદાય ખેતી, લશ્કર અને રાજકારણમાં પણ સક્રિય રહ્યું.

મોટાભાગના ભુલ્લર શીખ અથવા હિન્દુ જાટ છે, પરંતુ મુસ્લિમ ધર્મમાં પણ ભુલ્લર અટક જોવા મળે છે. જે પાકિસ્તાનમાં પણ જોવા મળે છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)