સોનાની તિજોરી, 170 દેશો જેટલી તાકાત ! કોણ હતો એ માણસ જેણે એકલા હાથે અમેરિકી અર્થતંત્રના દાવ ઊંધા પાડ્યા?

શું એક જ વ્યક્તિ આખા દેશની કિસ્મત બદલી શકે છે? 1893 અને 1907માં જ્યારે સુપરપાવર અમેરિકા કંગાળ થવાના આરે હતું, ત્યારે વ્હાઇટ હાઉસમાં એક એવો ખેલ ખેલાયો જેણે ઇતિહાસ બદલી નાખ્યો! એક એવો અબજોપતિ જેણે સરકારને જંગી લોન આપી, ટોચના બેંકરોને તાળામાં પૂરી દીધા અને પોતાના દમ પર આખા દેશને ઉગાર્યો! પરંતુ શા માટે આ શક્તિશાળી માણસ પોતાની તસવીરો છુપાવતો હતો?

| Updated on: Aug 26, 2026 | 7:06 PM
1 / 10
આજે 32.38 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતું અમેરિકા એક સમયે ગંભીર આર્થિક સંકટમાં હતું. તે સમયે 'જેપી મોર્ગન' નામના એક જ માણસે પોતાની ખાનગી સંપત્તિ અને તિજોરીના જોરે અમેરિકાને એક-બે નહીં પરંતુ 3 વખત દેવાળિયું થતાં ઉગાર્યું હતું.

2 / 10
17 એપ્રિલ 1837ના રોજ જન્મેલા મોર્ગનને બાળપણમાં 'એક્ને રોઝેશિયા' નામની ગંભીર ત્વચાની બીમારી હતી. તેના કારણે તેમનું નાક અત્યંત લાલ અને સૂજી ગયેલું રહેતું. મોર્ગન પોતાની દરેક તસવીર છાપતા પહેલા તેને એડિટ કરાવતા હતા જેથી તેમનો સાચો ચહેરો છુપાઈ રહે.

3 / 10
1863ના અમેરિકી ગૃહયુદ્ધ દરમિયાન લશ્કરમાં જવાના બદલે મોર્ગને $300 આપીને બીજાને મોકલ્યો. તેમણે સરકાર પાસેથી જૂની 5,000 રાઇફલો $3.5માં ખરીદી અને મામૂલી સુધારા કરીને ફરી સરકારને જ $22માં વેચી 600% નફો કમાયો. લોકો તેમને 'યુદ્ધના સોદાગર' કહેવા લાગ્યા.

4 / 10
1871માં તેમણે એન્થની ડ્રેક્સલર સાથે મળીને 'ડ્રેક્સલર-મોર્ગન એન્ડ કંપની' શરૂ કરી, જેને આજે આપણે વિશ્વની સૌથી મોટી બેંક JPMorgan Chase તરીકે ઓળખીએ છીએ. ઊંચા કમિશન અને ધનવાન રોકાણકારોના કારણે તેઓ ઝડપથી શક્તિશાળી બન્યા.

5 / 10
રેલવે ક્ષેત્રે ચાલી રહેલી સખત સ્પર્ધા ખતમ કરવા મોર્ગને રેલવેના બે સૌથી મોટા માલિકોને પોતાની આલીશાન બોટ 'કોર્સેર' પર બોલાવ્યા. નદીની વચ્ચે લઈ જઈને તેમણે ધમકી આપી કે જો બંને કરાર નહીં કરે તો હોડી કિનારે નહીં પહોંચે. 1902 સુધીમાં તેઓ અમેરિકાના એક-તૃતીયાંશ રેલવે નેટવર્કને નિયંત્રિત કરતા હતા.

6 / 10
1893માં અમેરિકા પાસે માત્ર 3 અઠવાડિયા ચાલે તેટલું જ સોનું બચ્યું હતું. મોર્ગન સીધા વ્હાઇટ હાઉસ પહોંચ્યા અને ચેતવણી આપી કે જો બપોરે 3 વાગ્યા સુધી નિર્ણય નહીં લેવાય તો દેશ દેવાળિયો જાહેર થશે. તેમણે $65 મિલિયનના ગોલ્ડ બોન્ડ્સ ખરીદીને દેશનું સોનાનું અનામત ફરી ભરી દીધું.

7 / 10
1901માં મોર્ગને સ્ટીલ કિંગ એન્ડ્ર્યુ કાર્નેગીની કંપની $480 મિલિયનમાં ખરીદી લીધી. તેમણે નવ અન્ય કંપનીઓને ભેગી કરીને 'US Steel Corporation' બનાવી, જે વિશ્વની પ્રથમ 1-બિલિયન-ડોલર કંપની હતી અને તેનું બજેટ અમેરિકી સરકાર કરતાં પણ મોટું હતું.

8 / 10
1907ની ભયાનક આર્થિક મંદી વખતે મોર્ગને વોલ સ્ટ્રીટના સૌથી મોટા બેંકરોને પોતાની ખાનગી લાઈબ્રેરીમાં પૂરી દીધા અને બહારથી તાળું મારી દીધું! તેમણે સાફ કહ્યું કે જ્યાં સુધી બજારને બચાવવા $30 મિલિયન નહીં જુટે ત્યાં સુધી કોઈ બહાર નહીં જઈ શકે.

9 / 10
મોર્ગનની અમાપ શક્તિથી અમેરિકી સરકાર અને રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટ ડરી ગયા હતા. ભવિષ્યમાં કોઈ બીજો 'જેપી મોર્ગન' દેશને પોતાના હાથની કઠપૂતળી ન બનાવી શકે તે માટે અમેરિકાએ 1913માં દેશની સેન્ટ્રલ બેંક એટલે કે 'ફેડરલ રિઝર્વ' (Federal Reserve)ની સ્થાપના કરી.

10 / 10
31 માર્ચ 1913ના રોજ રોમમાં મોર્ગનનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું. આજે પણ તેમની સ્થાપેલી JPMorgan Chase ની માર્કેટ વેલ્યુ લગભગ $948 બિલિયન (અંદાજે $1 ટ્રિલિયન) છે, જે વિશ્વના 170 કરતાં વધુ દેશોની જીડીપી (GDP) કરતાં પણ વધુ છે!

Follow Us
Loading...
Unable to load recommendations.