
ઘણી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરતી વખતે માઇક્રોફોન, કેમેરા અને લોકેશનની પરમિશન માંગે છે. જો તમે "Allow" પર ક્લિક કરો છો, તો આ એપ્સ બેકગ્રાઉન્ડમાં તમારા ફોનના સેન્સરથી ડેટા મેળવી શકે છે. જો કે, એનો અર્થ એ નથી કે એ હંમેશા તમારી વાતો રેકોર્ડ કરે છે પરંતુ કેટલાક એપ્સ “કીવર્ડ ડિટેક્શન” માટે એક્ટિવ રહી શકે છે. ટૂંકમાં ચોક્કસ શબ્દો અથવા ફ્રેઝને પકડી શકે છે. આ કારણથી ઘણી વાર એવું લાગે છે કે, ફોન આપણી “વાતો સાંભળી રહ્યો છે.”

Google Assistant, Siri અથવા Alexa જેવા વોઇસ આસિસ્ટન્ટ્સ ત્યાં સુધી એક્ટિવ નથી થતા, જ્યાં સુધી તમે "Hey Google" અથવા "Hey Siri" જેવા ટ્રિગર શબ્દો ન બોલો. જો કે, જ્યારે તે ઓન થાય છે, ત્યારે તમારો અવાજ રેકોર્ડ થઈને સર્વર પર મોકલાય છે, જેથી તેઓ યોગ્ય જવાબ આપી શકે. ઘણીવાર આ 'રેકોર્ડિંગ્સ' ડેટા એનાલિસિસ માટે પણ સાચવવામાં આવે છે, જેના દ્વારા તમારી પસંદ અને જરૂરિયાતો સમજવામાં આવે છે.

આમ જોવા જઈએ તો, ફોન તમારી દરેક ઓનલાઈન પ્રવૃત્તિને ટ્રેક કરે છે. તમે કયા વિષય પર સર્ચ કરો છો, કઈ વેબસાઇટ્સ પર વધુ જાઓ છો, કયા વીડિયો જુઓ છો અને કયા પ્રોડક્ટ્સ પર ધ્યાન રાખો છો. આ બધું જોઈને એલ્ગોરિધમ અંદાજ લગાવે છે કે, તમને આગળ શું બતાવવું જોઈએ. આથી જ્યારે તમે કોઈ વસ્તુ વિશે ચર્ચા કરો છો અને પછી તેના એડ્સ દેખાય છે, તો તે તમારા ડિજિટલ બિહેવિયરનું પરિણામ હોય છે.

જો તમે નથી ઈચ્છતા કે તમારી વાતો અથવા ડેટા કંપનીઓ સુધી પહોંચે, તો તમે કેટલાક સરળ પગલાં લઈ શકો છો. આમાં ફોનની Settings → Privacy → Permissions માં જઈને જુઓ કે, કયા એપ્સમાં માઇક્રોફોન અથવા કેમેરાનું ઍક્સેસ છે અને જે જરૂર ન હોય તેમાંથી તે પરમિશન દૂર કરો. Google અથવા Facebookની પ્રાઇવસી સેટિંગ્સમાં જઈને ડેટા કલેક્શનને એક લિમિટ પર સેટ કરી શકો છો. જો તમે વોઇસ આસિસ્ટન્ટનો ઉપયોગ ન કરતા હોવ, તો તેને ડિસેબલ કરી દો.
Published On - 8:52 pm, Tue, 11 November 25