ભાડે રહેતા લોકો આજે જ જાણી લો આ ‘7 નિયમ’, મકાન માલિકની મનમાનીનો આવશે કાયમ માટે ‘અંત’

જો તમે પણ કોઈ મોટા શહેરમાં ભાડાના મકાનમાં રહો છો, તો સરકારના કાયદા હેઠળ તમને મળેલા 7 નિયમ વિશે ખાસ જાણી લો. આ 7 નિયમ દરેક ભાડૂતે જાણવા જરૂરી છે, જેથી કોઈ મકાન માલિક તમારી સાથે મનમાની ન કરી શકે.

| Updated on: Jun 19, 2026 | 5:17 PM
1 / 9
ભારતના દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ કે નોઈડા જેવા મોટા શહેરોમાં રોજી-રોટી કમાવવા કે અભ્યાસ કરવા માટે લાખો લોકો ભાડાના મકાનમાં રહે છે. અવારનવાર જોવા મળે છે કે, ભાડૂતો અને મકાન માલિકો (Landlords) વચ્ચે સિક્યોરિટી ડિપોઝિટ (Security Deposit), ભાડામાં વધારો, ઘર ખાલી કરવા કે મેન્ટેનન્સ બાબતે વિવાદો થતા રહે છે. ઘણીવાર મકાન માલિકો પોતાની મનમાની કરીને ભાડૂતોને પરેશાન પણ કરે છે. જો કે, હવે તમારે ગભરાવાની કે પરેશાન થવાની બિલકુલ જરૂર નથી.

2 / 9
સરકાર દ્વારા દેશના ભાડા બજારને વ્યવસ્થિત કરવા માટે લાવવામાં આવેલા મોડેલ ટેનન્સી એક્ટ (Model Tenancy Act) હેઠળ ભાડૂતોને ઘણા મજબૂત કાનૂની અધિકારો અને સુરક્ષા આપવામાં આવી છે. જો તમે પણ ભાડાના મકાનમાં રહો છો, તો તમને તમારા આ 7 સૌથી મહત્વપૂર્ણ અધિકાર અને નિયમ વિશે ચોક્કસ ખબર હોવી જોઈએ, જેથી કોઈ પણ તમારા અધિકારોનું હનન ન કરી શકે.

3 / 9
નવા નિયમો હેઠળ, હવે માત્ર મૌખિક (Verbal) વાતચીત કે સામાન્ય નોટરીવાળા રેન્ટ એગ્રીમેન્ટથી કામ નહીં ચાલે. મકાન માલિક અને ભાડૂત વચ્ચે એક લેખિત કાનૂની સમજૂતી (Written Rent Agreement) હોવી અત્યંત જરૂરી છે. આ સાથે જ, એગ્રીમેન્ટ થયાના 60 દિવસની અંદર તેને રેન્ટ ઓથોરિટી (Rent Authority) પાસે ઓનલાઈન રજીસ્ટર્ડ (Digital Registration) કરાવવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. આ દસ્તાવેજ બંને પક્ષોના અધિકારોનું રક્ષણ કરે છે.

4 / 9
અવારનવાર જોવામાં આવે છે કે, મકાન માલિકો ઘર ભાડે આપતા પહેલા 5 થી 10 મહિનાની મોટી એડવાન્સ કે સિક્યોરિટી ડિપોઝિટ માંગી લે છે, જે ભાડૂતોના ખિસ્સા પર ભારે પડે છે. નવા નિયમોએ આના પર લગામ લગાવી દીધી છે. હવે રહેણાંક ઘર (Residential Properties) માટે મકાન માલિક વધુમાં વધુ માત્ર 2 મહિનાનું ભાડું જ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે માંગી શકે છે, જ્યારે કોમર્શિયલ કે વ્યાવસાયિક મિલકતો માટે આ મર્યાદા વધુમાં વધુ 6 મહિનાની નક્કી કરવામાં આવી છે.

5 / 9
ઘણીવાર મકાન માલિક પોતાની મરજીથી જ્યારે ઈચ્છે, ત્યારે ભાડૂતના ફ્લેટ કે રૂમનું ચેકિંગ કરવા પહોંચી જાય છે, જેનાથી ભાડૂતોની પ્રાઇવસી પ્રભાવિત થાય છે. કાયદાકીય રીતે મકાન માલિક આવું ક્યારેય ન કરી શકે. નવા નિયમો મુજબ, મકાન માલિકે ભાડાના ઘરનું નિરીક્ષણ કરવા, કોઈ રિપેરિંગ કામ જોવા કે આવતા પહેલા ઓછામાં ઓછા 24 કલાક અગાઉ ભાડૂતને લેખિત અથવા ડિજિટલ (જેમ કે SMS/WhatsApp) માધ્યમથી નોટિસ આપવી પડશે.

6 / 9
મકાન માલિક પોતાની મરજીથી રાતોરાત કે ચાલુ એગ્રીમેન્ટમાં મનફાવે તેમ ભાડું વધારી શકતા નથી. ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો રેન્ટ એગ્રીમેન્ટમાં લખેલી શરતોના આધારે જ થશે. જો મકાન માલિક ભાડું વધારવા માંગતા હોય, તો તેમણે તેની લેખિત સૂચના ભાડૂતને ઓછામાં ઓછા 3 મહિના પહેલા આપવી પડશે. ભાડૂતની સંમતિ વિના વચ્ચેના સમયગાળામાં ભાડું વધારવું સંપૂર્ણપણે ગેરકાનૂની છે.

7 / 9
જો કોઈ કારણોસર મકાન માલિક અને ભાડૂત વચ્ચે કોઈ વિવાદ થઈ જાય, તો ઘણીવાર મકાન માલિક ગુસ્સામાં આવીને ભાડૂતના ઘરની વીજળી, પાણી, લિફ્ટ કે પાર્કિંગ જેવી જરૂરી સુવિધાઓ કાપી નાખે છે. નવા નિયમો હેઠળ આ એક ગંભીર ગુનો છે. કોઈ પણ વિવાદ થવા પર મકાન માલિક જાતે આ આવશ્યક સેવાઓ (Essential Services) બંધ કરી શકતા નથી. આના માટે તેમણે રેન્ટ ઓથોરિટીનો દરવાજો ખખડાવવો પડશે.

8 / 9
ઘરની તૂટફૂટને લઈને અવારનવાર વિવાદ થાય છે. કાયદા અનુસાર, ઘરના મોટા માળખાકીય કામો (Structural Repairs) જેમ કે દીવાલોમાં તિરાડો, છત પરથી પાણી ટપકવું અથવા પાણીની પાઈપ ફાટવી, જેવી મોટી મરામત કરાવવાની જવાબદારી મકાન માલિકની હોય છે. રોજબરોજની નાની-મોટી વસ્તુઓ જેવી કે ફ્યુઝ બલ્બ બદલવો, નળનો વોશર સરખો કરવો કે સ્વિચ બોર્ડની મરામતનો ખર્ચ ભાડૂતે ભોગવવાનો રહે છે. જો મકાન માલિક જરૂરી મરામત ન કરાવે, તો ભાડૂત પોતે કામ કરાવીને તે ખર્ચ માસિક ભાડામાંથી કાપી શકે છે.

9 / 9
રેન્ટ એગ્રીમેન્ટની સમય મર્યાદા પૂરી થતા પહેલા મકાન માલિક કોઈ પણ માન્ય કારણ વગર ભાડૂતને જબરદસ્તી ઘરની બહાર કાઢી શકતા નથી. જો ભાડૂત સતત બે મહિના સુધી ભાડું ન ચૂકવે અથવા મિલકતનો ખોટો/વ્યાવસાયિક ઉપયોગ કરે, ત્યારે જ તેને કાઢવાની પ્રક્રિયા શરૂ કરી શકાય છે. આના માટે પણ મકાન માલિકે પહેલા યોગ્ય સમયની નોટિસ આપવી પડશે. બીજી તરફ, જો એગ્રીમેન્ટ ખતમ થયા પછી પણ ભાડૂત ઘર ખાલી ન કરે, તો મકાન માલિકને પણ એ અધિકાર છે કે તે શરૂઆતના બે મહિના માટે બમણું (Double) અને ત્યારપછી ચાર ગણું ભાડું વસૂલ કરી શકે છે.

Follow Us