Tech Tips: તમારા ફોનનુ સ્ટોરેજ ભરાઈ જવાનું મુખ્ય કારણ આ એપ છે : તરત જ આમ કરો
જો તમારી પાસે ઓછી સ્ટોરેજવાળો સ્માર્ટફોન છે, તો તે હંમેશા ભરાયેલો જ રહેશે. જ્યારે કોઈ વ્યક્તિ તરત જ વીડિયો બનાવવા અથવા ફોટો લેવા માંગે છે, જો ડિસ્પ્લે દર્શાવશે છે કે ફોનનુ સ્ટોરેજ ભરાઈ ગયું છે, આ સમયે ગુસ્સો આવવો સ્વાભાવિક છે. આ બધાનો એક ઉકેલ પણ છે.
1 / 6
મેટાની માલિકીની પ્રખ્યાત મેસેજિંગ એપ્લિકેશન WhatsAppનો આજે લાખો લોકો ઉપયોગ કરે છે. એક વોટ્સએપ ગ્રુપમાં ઘણાબધા સભ્યો હોય છે. આમાં દર મિનિટે એક ફોટો, વીડિયો કે GIF ફાઇલ આવતી રહે છે.
2 / 6
વોટ્સએપ પર મેળવેલ ફોટો અને વીડિયો તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરીને સેવ થતા હોય છે. આના કારણે તમારા ફોનની મેમરી પણ ઝડપથી ફુલ થઈ જાય છે અને સ્ટોરેજની સમસ્યા સર્જાવાનુ શરૂ થાય છે. આમ છતા ઘણાબધા લોકો એક પછી એક ફોટા શોધવા અને કાઢી નાખવા માંગતા નથી. આવી સ્થિતીમા, વોટ્સએપ પર અનિચ્છનીય ફોટા ડાઉનલોડ ના કરવા માટે એક ટ્રીક છે.
3 / 6
જો તમે WhatsApp પર કોઈપણ ફોટો, વીડિયો કે જીઆઈએફ પ્રાપ્ત કરશો, તો તે આપોઆપ ડાઉનલોડ થઈ જશે અને ફોનની ગેલેરીમાં સેવ થઈ જશે. આને રોકવા માટે, WhatsApp સેટિંગ્સમાં સ્ટોરેજ-ડેટા વિકલ્પ પર જાઓ અને મીડિયા ઓટો-ડાઉનલોડ વિકલ્પને બંધ કરો. આમ કરવાથી ફોટો, વીડિયો કે કોઈપણ ફાઈલ તમે ડાઉનલોડ કરવા ઈચ્છો તો તેને ડાઉનલોડ કરવાની પ્રક્રિયા કરવાથી જ ડાઉનલોડ થશે.
4 / 6
ફોટા અને વીડિયો મોબાઈલમાં મોટાભાગની જગ્યા લે છે. આ સમસ્યાથી બચવા માટે મોબાઈલ ફોનમાં ફોટો અને વીડિયો સેવ કરવાને બદલે ક્લાઉડ સ્ટોરેજમાં સેવ કરી શકો છો.
5 / 6
આજે 16GB, 32GB, 128GB મેમરીવાળા સ્માર્ટફોનનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે. એવું ના વિચારો કે તમે 16GB, 32GB, 128GB મેમરી ભરી શકો છો. કારણ કે વધુ સ્ટોરેજને કારણે ફોન ધીમો પડી જાય છે. એ જ રીતે, તમે ફોન પર એપ્લિકેશન્સ ખોલો છો, તે પણ મોબાઇલમાં સંગ્રહિત થાય છે.
6 / 6
તમે તમારા મોબાઇલમાં કેટલીક એપ્લિકેશન્સનો ઉપયોગ પણ કરતા નથી. પણ તે તમારા મોબાઈલમાં હશે. આવી એપ્લિકેશનો માત્ર સ્ટોરેજ સમસ્યાઓનું કારણ બને છે. તો આવી એપ્લીકેશનને પહેલા જ અનઇન્સ્ટોલ કરો જેથી મેમરી ભરાઈ જવાની સમસ્યા ના સર્જાય.