
વરુણ ચક્રવર્તીએ એક યુટ્યુબ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે વર્લ્ડ કપ બાદ તેમને અનામક ફોન કોલ્સ મળવા લાગ્યા, જેમાં કહેવામાં આવ્યું કે, "ભારત પાછા ન ફરતા." એ ફક્ત ધમકીઓ સુધી જ સીમિત નહોતું; કેટલાક લોકોએ તેમના ઘરે જઈને તેમને હેરાન પણ કર્યા. વધુમાં, જ્યારે તેઓ એરપોર્ટ પરથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર કેટલાક લોકોએ તેમનો પીછો કર્યો હતો. આ પરિસ્થિતિને કારણે તેઓ ડિપ્રેશનમાં પણ ચાલ્યા ગયા હતા.

વરુણ ચક્રવર્તી માટે 2021 બાદના વર્ષો ખૂબ જ મુશ્કેલ રહ્યા. તેમણે પોતાની રમત સુધારવા માટે અદભૂત મહેનત કરી. અગાઉ એક સત્રમાં 50 બોલ ફેંકતા વરુણે તેમની પ્રેક્ટિસ બમણી કરી અને સતત મહેનત ચાલુ રાખી. તેમની આ મહેનતને પરિણામ મળ્યું, અને IPLમાં જબરદસ્ત પ્રદર્શન બાદ તેઓ ફરી ભારતીય ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વરુણ ચક્રવર્તી ભારત માટે ત્રણ મેચમાં 9 વિકેટ મેળવીને ટીમના સૌથી સફળ બોલર તરીકે સાબિત થયા. આ ટુર્નામેન્ટ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં યાદગાર બની, અને વરુણ ચક્રવર્તી માટે વ્યક્તિગત રીતે પણ એક વિશેષ સિદ્ધિ બની.

વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કે હવે તેઓ પરિસ્થિતિઓને એક નવા દ્રષ્ટિકોણથી જુએ છે. ભૂતકાળમાં તેમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તેમાંથી તેમણે મોટું શીખ્યું. તેમણે જણાવ્યું કે હવે તેઓ પ્રશંસકોના સમર્થન અને તેમની મહેનતથી મળેલા ફળનો આનંદ માણી રહ્યા છે.
Published On - 9:07 am, Sat, 15 March 25