નવા વર્ષમાં લાગશે મોંઘવારીનો કરંટ! શૂઝ થશે મોંઘા ! GSTમાં થઈ શકે છે વધારો

|

Dec 03, 2024 | 4:26 PM

આ મહિને GST કાઉન્સિલની બેઠકમાં ઘણા મોટા ફેરફારો થઈ શકે છે. કેટલીક વસ્તુઓ સસ્તી બની શકે છે, જ્યારે લક્ઝરી વસ્તુઓ મોંઘી બની શકે છે. તેમજ શુઝ પણ મોંઘા થઈ શકે છે.

1 / 5
GoMએ મોંઘી કાંડા ઘડિયાળો અને શૂઝ સહિત ઘણી લક્ઝરી વસ્તુઓ પર GST દર વધારવાનું સૂચન કર્યું છે. તો ચાલો જાણીએ કેટલા ટકા વધારે થશે.

2 / 5
GST ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે 148 વસ્તુઓ પર ટેક્સ માળખામાં મોટા ફેરફારો માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેમાં સૌથી મોટો ફેરફાર ટેક્સટાઈલ સેક્ટરમાં થઈ શકે છે.  તો કઈ વસ્તુઓ મોંઘી થઈ શકે છે અને કઈ વસ્તુ સસ્તી થશે તેના વિશે જાણીએ.

3 / 5
જીઓએમએ રૂ. 25,000થી વધુ કિંમતની ઘડિયાળો પર જીએસટી દર 18 ટકાથી વધારીને 28 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એ જ રીતે 15,000 રૂપિયાથી વધુ કિંમતના શૂઝ પર ટેક્સમાં વધારો થશે, જેનો દર 18 ટકાથી વધીને 28 ટકા થશે.

4 / 5
એક સૂત્રએ મનીકંટ્રોલને જણાવ્યું હતું કે, “GoM એ સામાન્ય માણસ માટે ઉપયોગી કાપડ, સાયકલ,   જેવી વસ્તુઓ પરના દર ઘટાડવાનું ધ્યાન રાખ્યું છે, જ્યારે ઘણી લક્ઝરી ચીજવસ્તુઓ પરના દરોમાં 28 ટકા સુધીનો વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

5 / 5
તમને જણાવી દઈએ કે, આ સમાચાર સામે આવ્યા બાદ શૂઝ વેચતી કે બનાવતી કેટલીક કંપનીના સ્ટોકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. જેમ કે ખાદીમ ઈન્ડિયા (Khadim India Limited)ના શેરના ભાવમાં 6.40 ઘટાડો થયો છે. જે 1.66 ટકા સમાન છે. ત્યારબાદ શેરનો ભાવ 378.25 રુપિયા પર પહોંચ્યો છે. BATAનો શેરનો ભાવ 6.25 રુપિયા ઘટયો છે.  જે 0.44 ટકાની સમાન છે. ઘટાડા બાદ શેરનો ભાવ 1,427.20 રુપિયા છે.આ આંકડા તારીખ 3 ડિસેમ્બરને 3 વાગ્યા સુધીના છે.

Next Photo Gallery