
Tata Harrier અન્ય લોકપ્રિય 7 સીટર SUV છે. તેની શરૂઆતી કિંમત 14.99 લાખ રૂપિયા છે. હેરિયરમાં 2.0 લિટર ડીઝલ એન્જિન પણ છે જે 170 bhpનો પાવર આપે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પો પણ છે. હેરિયરની ડિઝાઈન એકદમ પાવરફુલ છે અને તેમાં ઘણા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

ટાટાની આ 7 સીટર કાર માત્ર વિશાળ જ નથી પરંતુ તેમાં ઘણી આધુનિક સુવિધાઓ પણ છે. આમાં ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્લાઈમેટ કંટ્રોલ, લેધર સીટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

સુરક્ષા માટે મલ્ટીપલ એરબેગ્સ, ABS, EBD જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જો તમે મોટી અને આરામદાયક ફેમિલી કાર ખરીદવા માંગો છો, તો ટાટાની આ 7 સીટર કાર તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
Published On - 5:15 pm, Fri, 13 December 24