
પહેલા દિવસે 32 વાહનો લોન્ચ થયા : વાહન સેગમેન્ટમાં ટાટા મોટર્સે ઓટો એક્સ્પોના પહેલા દિવસે 18 નવી કાર અને SUV રજૂ કરી. આ પ્રસંગે ટાટા મોટર્સે કોમર્શિયલ સેગમેન્ટમાં 14 નવા વાહનોનું અનાવરણ કર્યું. કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગિરીશ વાઘે જણાવ્યું હતું કે ટાટા મોટર્સ છ શૂન્ય-ઉત્સર્જન ઇલેક્ટ્રિક વાહનો રજૂ કરી રહી છે જેમાં મીની ટ્રક અને પિકઅપથી લઈને મધ્યમ અને ભારે ટ્રક અને બસોનો સમાવેશ થાય છે.

શેરમાં થોડો વધારો : જો કે શુક્રવારે ટાટા મોટર્સના શેરમાં પહેલા દિવસે થોડો ઉછાળો જોવા મળ્યો. બીએસઈના ડેટા અનુસાર ટાટા મોટર્સના શેર 0.65 ટકાના વધારા સાથે રૂપિયા 779.40 પર બંધ થયા. ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેર પણ રૂપિયા 785.20 પર પહોંચી ગયા. જો કે સવારે બજાર ખુલ્યું ત્યારે કંપનીનો શેર રૂપિયા 774.40 પર જોવા મળ્યો. 30 જુલાઈના રોજ કંપનીનો શેર ૫૨ અઠવાડિયાના હાઈ લેવલ રુપિયા 1,179.05 પર પહોંચ્યો હતો. હાલમાં કંપનીનો શેર લગભગ 34 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 2.86 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. એક સમયે ટાટા મોટર્સ માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની બની ગઈ હતી.