Tata Capital IPO Listing: પૈસા લગાવી ભરાયા રોકાણકારો ! ફ્લેટ લિસ્ટ થયો ટાટા કેપીટલનો IPO

જે રોકાણકારો એ પૈસા નથી લગાવ્યા તે બચી ગયા છે પણ જેમણે પૈસા લગાવ્યા છે તેઓને શેરમાં કોઈ જ પ્રોફીટ ના દેખાતા આઘાત લાગ્યો છે. જોકે સમાચાર લખતા સુધી NSE પર ભાવ ઘટીને ₹327.25ની આસપાસ ફરી રહ્યો છે થયો, જેનો અર્થ એ થયો કે IPO રોકાણકારો હવે માત્ર 0.92% નફામાં છે.

| Updated on: Oct 13, 2025 | 12:19 PM
4 / 6
ટાટા કેપિટલનો ₹15,511.87 કરોડનો IPO 6-8 ઓક્ટોબર દરમિયાન સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. આ IPO એકંદરે 1.96 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે અનામત રાખેલ હિસ્સો 3.42 ગણો (એક્સ-એન્કર), નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) માટેનો હિસ્સો 1.98 ગણો, રિટેલ રોકાણકારો માટેનો હિસ્સો 1.10 ગણો અને કર્મચારીઓ માટેનો હિસ્સો 2.92 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

5 / 6
ટાટા કેપિટલ એક NBFC છે જે ગ્રાહક લોન, કોમર્શિયલ ફાઇનાન્સ, વેલ્થ મેનેજમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ, પ્રાઈવેટ ઇક્વિટી અને ફાઇનાન્સ જેવી સેવાઓ પ્રદાન કરે છે. તેના રાષ્ટ્રવ્યાપી વિતરણ નેટવર્કમાં 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1,109 સ્થળોએ સ્થિત 1,516 શાખાઓનો સમાવેશ થાય છે.

6 / 6
GMP વધારે ના દેખાતા મોટાભાગના રોકાણકારો એ તેના પર પૈસા લગાવ્યા ન હતા પણ ઘણાને આશા હતી કે થોડો ઘણો પ્રોફીટ બુકિંગ થઈ શકે છે પણ હવે શેરની ફ્લેટ શરુઆત અને ઘટાડા વચ્ચે રોકાણકારો પણ પૈસા લગાવીને ચિંતામાં મુકાયા છે.