
જો તમારે તરણેતરના મેળામાં જવું હોય તો સૌથી પહેલા તમારે સુરેન્દ્રનગર જવાનું રહેશે. ત્યાંથી થાનગઢ અહિ થોડા કિલોમીટર દુર તરણેતરનો મેળો ભરાય છે. ચોટીલાથી 39 કિલોમીટર દુર આવેલું છ. તરણેતરમાં મેળામાં તમે બસ, કે પછી પ્રાઈવેટ કાર દ્વારા જઈ શકો છો. તેમજ ટ્રેનમાં જવું હોય તો સુરેન્દ્ર નગર સુધી ટ્રેનમાં બેસી, ત્યાંથી વાહનમાં તરણેતરના મેળામાં જઈ શકો છો.

આ મેળામાં દેશ વિદેશના મહેમાનો પણ આવે છે. તેમજ મહત્વની વાત તો એ છે કે, પશુપ્રદર્શનની હરીફાઈનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. સાથે ગ્રામિણ ઓલિમ્પિકનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવે છે. (all photo : gujarattourism)