આ IPO હેઠળ એક્સેલ, કોટ્યુ, આલ્ફા વેવ, એલિવેશન, નોર્વેસ્ટ અને ટેન્સેન્ટ જેવા રોકાણકારો શેર વેચશે અને કંપનીમાં તેમની માલિકી ઘટાડશે. સ્વિગીમાં Prosus (32 ટકા), સોફ્ટબેંક (8 ટકા), એક્સેલ (6 ટકા) મુખ્ય રોકાણકારો છે. આ ઉપરાંત એલિવેશન કેપિટલ, ડીએસટી ગ્લોબલ, નોર્વેસ્ટ, ટેન્સેન્ટ, કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ક્યુઆઈએ), સિંગાપોરની જીઆઈસી કંપનીના અન્ય શેરધારકો છે.