
બપોરે 12 વાગે ભગવાન શ્રીરામ જન્મોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવ્યો. જેમાં પ્રભુ શ્રીરામજીની આરતી ઉતારી સાથે મંદિરમાં ભગવાનની મૂર્તિઓ આગળ વિશેષ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.

સાથે ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવની મુખ્ય સભા સાંજે 8:00 થી રાત્રે 10:30 સુધી ભવ્યતા-દિવ્યતાથી ઊજવવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુહરિ શ્રીમહંતસ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય ગવાતી ઐતહાસિક આરતીની પંક્તિઓ પર વિશેષ પ્રવચનોની શૃંખલા રચવામાં આવી હતી.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે લખાયેલ ગ્રંથ સત્સંગ દીક્ષાનું વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ થયેલ છે. તેમાં એક અધિક પૃષ્ઠ ઉમેરાયું. જેમાં પોલેન્ડની પોલિશ ભાષામાં અનુવાદ થયું અને તેનું વિમોચન કરવામાં આવ્યું.

અંતે સૌ સંતો-ભક્તોએ હારતોરા દ્વારા સ્વામીશ્રીને વધાવ્યા અને 10:00 વાગ્યે ભગવાન સ્વામિનારાયણ જન્મોત્સવના કીર્તનોની રમઝટ શરૂ થવા લાગી. 7000થી વધુ ભક્તો અને 450થી વધુ સંતોએ આ મહોત્સવનો લાભ લીધો હતો