
ઈ.સ 1699, દસમા શીખ ગુરુ, ગુરુ ગોવિંદ સિંહજીએ વૈશાખીના દિવસે ખાલસાની રચના કરી. આ સમયગાળા દરમિયાન, તેમણે જાતિ વ્યવસ્થાને નાબૂદ કરવા માટે બધા શીખ પુરુષોને "સિંહ" અને સ્ત્રીઓને "કૌર" અટક આપી હતી.

મહિલાઓને "રાજકુમારી" નો દરજ્જો આપીને, તેમને પુરુષોની સમાન યોદ્ધા અને આદરણીય સભ્યો બનાવવામાં આવ્યા. કૌર નામ અપનાવતા સામાન્ય થતાં જ બધા શીખ એક પરિવારના સભ્યો બન્યા.

જોકે, કેટલાક વિદ્વાનો નિર્દેશ કરે છે કે "કૌર" નો ઉપયોગ શીખ ધર્મ પહેલાં પણ પંજાબ અને રાજપૂત સમુદાયોમાં થતો હતો, જ્યાં તે ઉચ્ચ વર્ગની મહિલાઓ માટે એક ઉપનામ હતું.

ગુરુ ગ્રંથ સાહિબમાં પણ તેનો ઉલ્લેખ છે, જેનો અર્થ "રાજકુમારી" થાય છે. 19મી સદી સુધીમાં, તે મુખ્યત્વે સ્ત્રીઓ સુધી મર્યાદિત બની ગયું.

વર્તમાન સમયમાં શીખ મહિલાઓ કૌર ઉપનામ ફરજીયાત લખે છે. તે ભારતમાં, ખાસ કરીને પંજાબમાં (83%) સૌથી સામાન્ય અટકોમાંની એક છે, અને વિશ્વભરમાં આશરે 10 મિલિયન લોકો તેને ધરાવે છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)