
આ રમતમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરવા માટેના પ્રયત્નો વિષે જણાવતા તેમણે કહ્યું કે, હું સૌથી વિશેષ ધ્યાન મારા ડાયેટ પર આપું છું. ડાયેટ અનુસાર પોષણક્ષમ ખોરાક મારા શ્રેષ્ઠ પ્રદર્શનમાં ઉપકારક નીવડ્યું છે. આ સાથે જ નિયમિત શારીરિક વ્યાયામ અને સ્ટ્રેન્થ લિફટિંગની ટ્રેનિંગ પણ શરૂ જ હોય છે. છેલ્લા 2 વર્ષથી સ્ટ્રેન્થ લિફિટિંગ સાથે સંકળાયેલા છે. જેમાં તેમણે જિલ્લા રાજ્ય રાષ્ટ્ર અને વિશ્વ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

રેખાબેનના પતિ ખાનગી શાળામાં પ્યુનની નોકરી કરે છે. બંને બાળકો અભ્યાસ કરે છે આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતા રેખાબેન દરેક સ્ત્રી માટે પ્રેરણારૂપ છે. રેખાબેને સાબિત કર્યું કે દ્રઢ નિશ્ચય સાચી નિષ્ઠા અને અવિરત મહેનત સાથે કરવામાં આવતું કોઈ પણ કામ સફળતાના શિખરો સર કરાવે છે.