
ઓટ્સ : ઓટ્સમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. જો તમે ખીલથી પીડાતા હોય તો તમે તમારા નાસ્તામાં ઓટ્સનો સમાવેશ કરી શકો છો. તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો લાલાશ અને બળતરાને શાંત કરવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

ટામેટાં : ટામેટાંમાં લાઇકોપીન અને વિટામિન C જેવા એન્ટિએજિંગ એન્ટીઓકિસડન્ટ હોય છે. જેને ત્વચા માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આ એન્ટીઓકિસડન્ટ મુક્ત રેડિકલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેનાથી સ્વસ્થ અને ચમકતી ત્વચા બને છે. (Image Source | iStock)

બદામ : બદામમાં વિટામિન E, હેલ્ધી ફેટ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. વિટામિન E સ્કિનને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરી શકે છે. નિષ્ણાતોના મતે, રોજિંદા ડાયટમાં મર્યાદિત માત્રામાં બદામનો સમાવેશ સ્કિન સહિત સમગ્ર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. (Image Source | iStock)

એવોકાડો : એવોકાડોમાં હેલ્ધી મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ, વિટામિન E અને અન્ય પોષક તત્ત્વો હોય છે. આ પોષક તત્ત્વો સ્કિનને હેલ્ધી રાખવામાં અને તેની નેચરલ બેરિયર જાળવવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

મગફળી : મગફળીમાં પ્રોટીન અને એમિનો એસિડ હોય છે. જે સ્વસ્થ ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. લાયસિન અને અન્ય એમિનો એસિડ કોલેજનના ઝડપી વિકાસમાં ફાળો આપી શકે છે. (Image Source | iStock)

પાલક : પાલકમાં રહેલા પોષક તત્વો ત્વચાની બળતરા ઘટાડવામાં અને ખીલ સામે લડવામાં મદદ કરી શકે છે. તેમાં નોંધપાત્ર માત્રામાં ઝિંક હોય છે. જે ખીલગ્રસ્ત ત્વચા માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)