નોકરીમાં નથી મળી રહી પ્રગતિ? રવિવારે કરો આ ખાસ ઉપાયો, ચમકી ઊઠશે તમારું ભાગ્ય!

જો તમને તમારી સખત મહેનત છતાં પ્રમોશન નથી મળી રહ્યું, અથવા તમારા કરિયરમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે, તો રવિવાર તમારા માટે ખાસ દિવસ બની શકે છે. ચાલો જાણીએ કે રવિવારે કયા ઉપાયો કરવા શુભ છે.

| Updated on: Nov 29, 2026 | 7:52 AM
1 / 10
હિન્દુ ધર્મમાં, અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત છે. રવિવાર ભગવાન સૂર્યની પૂજા માટે ખાસ દિવસ છે. (Image Source | AI Generated)

2 / 10
સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો: રવિવારે વહેલી સવારે ઊઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ તાંબાના લોટામાં પાણી ભરો અને તેમાં થોડું કંકુ અથવા લાલ ચંદન તથા લાલ ફૂલ ઉમેરો. હવે ઉગતા સૂર્યદેવને જળ અર્પણ કરો. ધાર્મિક માન્યતા અનુસાર, નિયમિત રીતે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાથી માન-સન્માનમાં વધારો થઈ શકે છે અને કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવાનો માર્ગ સરળ બને છે. (Image Source | AI Generated)

3 / 10
સૂર્યદેવના મંત્રોનો જાપ કરોછ: રવિવારે સૂર્યદેવની પૂજા દરમિયાન તેમના મંત્રોનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. આ દિવસે 'ૐ ઘૃણિઃ સૂર્યાય નમઃ' અથવા 'ૐ સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ. માન્યતા છે કે સૂર્ય મંત્રોના જાપથી આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. નોકરી અને કરિયરમાં સફળતા મેળવવાની કામના સાથે પણ આ ઉપાય કરી શકાય છે. (Image Source | AI Generated)

4 / 10
જળમાં લાલ ફૂલ અથવા બાજરી મિક્સ કરીને અર્પણ કરો: જો નોકરીમાં તમારી પ્રગતિ અટકી ગઈ હોય અથવા લાંબા સમયથી પ્રમોશન ન મળી રહ્યું હોય, તો રવિવારે સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે તેમાં લાલ ફૂલ અથવા થોડી બાજરી ઉમેરી શકો છો. ત્યારબાદ સૂર્યદેવના મંત્રોનો જાપ કરો. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, આ ઉપાય કરિયરની અડચણો દૂર કરવા અને સફળતાની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. (Image Source | AI Generated)

5 / 10
આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો: રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, તેના પાઠથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને સાહસ વધી શકે છે. જો તમે જીવનમાં કોઈ મુશ્કેલી અથવા કામના વધુ પડતા દબાણનો સામનો કરી રહ્યા હો, તો સવારે સૂર્યદેવની પૂજા કર્યા બાદ આ સ્તોત્રનો પાઠ કરી શકો છો. (Image Source | AI Generated)

6 / 10
પિતાને ચોખા ભેટ કરી શકો છો: જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવને પિતા અને માન-સન્માનના કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રવિવારે તમારા પિતાને ચોખા ભેટ આપો અને તેમના આશીર્વાદ મેળવો. આ સાથે 'ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરો. માન્યતા છે કે આવું કરવાથી પિતા સાથેના સંબંધોમાં મધુરતા આવે છે અને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે. (Image Source | AI Generated)

7 / 10
વૈવાહિક સુખ માટે ગોળનું દાન કરો: જો વૈવાહિક જીવનમાં તણાવ અથવા પરસ્પર મતભેદ રહેતા હોય, તો રવિવારે મંદિરમાં અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળ અથવા ગોળમાંથી બનેલી વસ્તુઓનું દાન કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આવું કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને વિશ્વાસ જાળવવામાં મદદ મળે છે. (Image Source | AI Generated)

8 / 10
ગોળ, ચોખા અને ભોજનનું દાન કરો: રવિવારે જરૂરિયાતમંદ લોકોને ગોળ, ચોખા અથવા ભોજનનું દાન કરવું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર અન્ન તથા ગોળનું દાન કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. (Image Source | AI Generated)

9 / 10
સૂર્યાસ્ત પછી પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો: રવિવારે સાંજે સૂર્યાસ્ત પછી પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાની પરંપરા પણ અનેક સ્થળોએ પ્રચલિત છે. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. (Image Source | AI Generated)

10 / 10
નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | AI Generated)

Follow Us
Loading...
Unable to load recommendations.