Summer Fruits: ઉનાળામાં આ 5 ફળો ખાવા કેમ છે જરૂરી? જાણો

ઉનાળામાં શરીરનું હાઇડ્રેટ રહેવું ખૂબ જ જરૂરી હોય છે. ઉનાળાની આકરી ગરમીમાં શરીરને સ્વસ્થ રાખવા માટે ખાસ પ્રકારના ફળો ખાવા ખૂબ જ જરૂરી હોય છે. આ ફળો શરીરમાં પાણીની ઉણપને પૂરી કરી શકે છે.

| Updated on: Apr 28, 2026 | 10:56 AM
1 / 7
ઉનાળા દરમિયાન તાજા, રસદાર અને ઠંડક આપતા ફળો દરેકના પ્રિય હોય છે. ઘણા લોકો આ ઉનાળામાં વારંવાર પાણી પી શકતા નથી અને ડિહાઇડ્રેશનનો શિકાર બને છે.

2 / 7
કેરીને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વિટામિન C અને A ભરપૂર માત્રામાં હોય છે. જે ગરમીમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને તેનાથી પાચનમાં સુધારો થાય છે.

3 / 7
તરબૂચમાં આશરે 90%થી પણ વધુ પાણી હોય છે. જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે. તરબૂચ લૂ સામે રક્ષણ કરે છે. વજન ઘટાડવામાં તરબૂચ મદદ કરે છે.

4 / 7
પાઇનેપલ પાચનશક્તિ સુધારે છે અને શરીરને ઠંડક આપે છે. પાઇનેપલ ખાવાથી ગરમીમાં થતો થાક દૂર થાય છે.

5 / 7
સંતરૂ સાઇટ્રસ ફળ છે. તે શરીરને તાજગી આપે છે. તેમાં વિટામીન C ભરપૂર માત્રામાં હોય છે. સંતરૂ ખાવાથી ત્વચા સ્વસ્થ રહે છે.

6 / 7
શક્કરટેટી ડિહાઇડ્રેશનથી બચાવે છે.  રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.  શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે. શક્કરટેટીમાં વિટામિન A, C, ફાઈબર અને પોટેશિયમ હોય છે.

7 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગત માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us