
કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી (ઓહિયો) : કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીની સહયોગી સંસ્થા ક્લેવલેન્ડ ક્લિનિક લર્નર કોલેજ પાંચ વર્ષનો વિશેષ કાર્યક્રમ ચલાવે છે, જે બાયોમેડિકલ સંશોધન ક્ષેત્ર માટે ડોક્ટરોને તૈયાર કરે છે. ઓહિયોમાં સ્થિત આ કોલેજ દર વર્ષે માત્ર 32 વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે. અહીં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને પૂર્ણ ટ્યુશન શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, એટલે કે તેમને કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. આ રીતે વિદ્યાર્થીઓને દર વર્ષે લાખો રૂપિયાની બચત થાય છે.

ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિન (ન્યૂ યોર્ક) : ન્યૂ યોર્ક યુનિવર્સિટી (NYU)ની ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિન તેના તમામ MD વિદ્યાર્થીઓને ફુલ-ટ્યુશન શિષ્યવૃત્તિ આપે છે, જેના કારણે ટ્યુશન ફીની જરૂરિયાત સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. વિદ્યાર્થીઓને વાર્ષિક અંદાજે ₹5.39 મિલિયન સુધીની બચત થાય છે. મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓના આરોગ્ય વીમાનો ખર્ચ પણ ઉઠાવે છે. વિદ્યાર્થીઓએ માત્ર અભ્યાસ દરમિયાન ઉત્તમ શૈક્ષણિક પ્રદર્શન જાળવવું જરૂરી છે.

એલિસ એલ. વોટસન સ્કૂલ ઓફ મેડિસિન (અરકાનસાસ) : અમેરિકાના અરકાનસાસ રાજ્યમાં સ્થિત એલિસ એલ. વોટસન સ્કૂલ ઓફ મેડિસિન તેના પ્રથમ પાંચ બેચના વિદ્યાર્થીઓ માટે ચાર વર્ષ સુધીની ટ્યુશન ફી માફ કરે છે. આ મેડિકલ કોલેજની સ્થાપના વોલમાર્ટના વારસદાર એલિસ વોટસન દ્વારા કરવામાં આવી છે. અહીં વાર્ષિક ટ્યુશન ફી આશરે ₹5.8 મિલિયન છે, જે વિદ્યાર્થીઓએ ચૂકવવાની જરૂર નથી. આ વર્ષે કુલ 48 વિદ્યાર્થીઓએ અહીં નોંધણી કરાવી છે.

કૈસર પરમેનન્ટ બર્નાર્ડ જે. ટાયસન સ્કૂલ ઓફ મેડિસિન (કેલિફોર્નિયા) : કેલિફોર્નિયામાં સ્થિત કૈસર પરમેનન્ટ બર્નાર્ડ જે. ટાયસન સ્કૂલ ઓફ મેડિસિન તેના પ્રથમ સાત બેચના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી સંપૂર્ણપણે માફ કરે છે. આથી વિદ્યાર્થીઓને દર વર્ષે આશરે ₹5.3 મિલિયનની બચત થાય છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને રહેવા માટે નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. તેમજ, વિદ્યાર્થીઓને પોતાની પસંદગીના કોઈપણ વિશેષ વિભાગમાં નિષ્ણાત બનવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે.બનવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે. અભ્યાસ માટે યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ સાથે સંપર્ક કર્યા બાદ નિર્ણય લેવો.)