
5 વર્ષ પછી 2000માં ઇ-રિક્ષાનો પ્રથમ પ્રોટોટાઇપ તૈયાર થયો. ઇ-રિક્ષાનો પ્રોટોટાઇપ જેવો દુનિયા સામે આવ્યો કે, તરત જ ઘણા લોકોએ તેની નકલ શરૂ કરી અને ઘણા લોકોએ તેમાં સુધારા પણ કર્યા.

અનિલ રાજવંશી આઈઆઈટી કાનપુરના વિદ્યાર્થી રહી ચૂક્યા છે, ત્યારબાદ તેમણે અમેરિકાના ફ્લોરિડામાંથી આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેઓ 1981માં ભારત પાછા ફર્યા.

ડૉ. રાજવંશીના નામે કુલ 7 પેટન્ટ છે અને ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. રાજવંશી મહાત્મા ગાંધીથી ખૂબ પ્રભાવિત હતા, ભારત આવ્યા બાદ તેમણે ઈ-રિક્ષા જેવા બીજા ઘણા પ્રોજેક્ટ પર કામ કર્યું.