
Aurobindo Pharma Ltd: આ શેરની માર્કેટ પ્રાઈઝ 1,222 રુપિયા છે તેમજ આ શેર પર 1329 રુપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ શેર પર 25 અનાલિસ્ટે પોતાની રાય આપી છે. આ શેર પર 34%ના ઉછાળા સાથે શેરની કિંમત 1640 રુપિયા પર પહોંચી શકે છે. પણ જો આ શેરનો ભાવ ઘટ્યો તો 17%ના ઘટાડા સાથે ભાવ 1,010 રુપિયા પર આવી શકે છે. ત્યારે આ શેર લેવા કે વેચવા અંગે અનાલિસ્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 25 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 18 અનાલિસ્ટ સ્ટ્રોંગલી Buy કરવા જણાવી રહ્યા છે. તેમજ અન્ય 2 અનાલિસ્ટ પણ શેરને Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે. આ સિવાય એક અનાલિસ્ટ શેરને Hold કરવા તો બીજા 4 અનાલિસ્ટ શેરને Sell કરવા અંગે પોતાની રાય આપી છે.

Grasim Industries Ltd: આ શેરની માર્કેટ પ્રાઈઝ 2783 રુપિયા છે. તેમજ આ શેર પર 3,321 રુપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ શેર ભવિષ્યમાં મોટા વધારાના સંકેત જણાઈ રહ્યા છે. 11 અનાલિસ્ટે આ શેર પર પોતાની રાય પોઝિટિવ આપી છે. ત્યારે જો આ શેરમાં વધારો થાય છે તો ભાવ 32%ના વધારા સાથે 3,690 રુપિયા સુધી પણ પહોંચી શકવાની સંભાવના છે. હવે આ શેર ખરીદવો, વેચવો કે હોલ્ડ કરવો આ અંગે અનાલિસ્ટ શું કહે છે તે સમજીએ

આ શેર પર 11 અનાલિસ્ટે પોતાની રાય આપી છે તેમાંથઈ 9 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા કહી રહ્યા છે તેમજ 1 અનાલિસ્ટ આ શેરને Hold કરવા તો 1 અનાલિસ્ટ આ શેરને Sell કરવા કહી રહ્યા છે. એટલે કે આ શેર પર વધારે અનાલિસ્ટ તેને ખરીદવા જણાવી રહ્યા છે.

Siemens Energy India Limited: આ શેર 3,257 રુપિયાનો છે. આ શેર પર 3,455નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જો આ શેરને ભાવમાં ઉછાળો આવે છે તો 22%ના વધારા સાથે ભાવ 4000ની આસપાસ પહોંચી શકે છે જ્યારે જો આ શેરનો ભાવ ઘટ્યો તો 13%ના ઘટાડા સાથે ભાવ 2,823 પર પહોંચી શકે છે. હવે આ શેરને ખરીદવો જોઈએ કે નહીં એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 10 એક્સપર્ટે પોતાની રાય આપી છે જેમાંથી 5 અનાલિસ્ટે આ શેર પર સ્ટ્રોંગિ Buyની રાય આપી છે જ્યારે બીજા 2 અનાલિસ્ટે આ શેરને Hold કરવાની અને 3 અનાલિસ્ટ Sell કરવાનું જણાવી રહ્યા છે.