Stock Market: 300% નું બમ્પર ડિવિડન્ડ! બેંગલુરુ સ્થિત આ દિગ્ગજ કંપનીનું ‘મોટું એલાન’, રોકાણકારોમાં ખુશીની લહેર

બેંગલુરુ સ્થિત આઇટી કંપનીએ શુક્રવારે નાણાકીય વર્ષ 2026 (ઓક્ટોબર-ડિસેમ્બર 2025) ના ત્રીજા ક્વાર્ટર માટેના તેના પરિણામો જાહેર કર્યા. પરિણામોની સાથે કંપનીએ તેના શેરધારકો માટે ડિવિડન્ડનું પણ એલાન કર્યું.

| Updated on: Jan 18, 2026 | 5:35 PM
1 / 7
કંપનીએ જણાવ્યું હતું કે, તેના બોર્ડે શેર દીઠ 6 રૂપિયા (ફેસ વેલ્યુ 2 રૂપિયા) ના વચગાળાના ડિવિડન્ડ (Interim Dividend) ને મંજૂરી આપી છે, જે 300 ટકા જેટલું થાય છે.

2 / 7
આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ મંગળવાર, 27 જાન્યુઆરી, 2026 નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે, જો તે તારીખ સુધીમાં તમારા ડીમેટ ખાતામાં શેર રાખવામાં આવશે, તો તમે આ ડિવિડન્ડ માટે પાત્ર બનશો.

3 / 7
ગયા ક્વાર્ટરમાં (ત્રિમાસિક ગાળામાં) કંપનીનું કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ (એકત્રિત ચોખ્ખો નફો) 3,119 કરોડ રૂપિયા જેટલું રહ્યું છે, જે અગાઉના ક્વાર્ટર (Q2FY26) ના 3,246 કરોડ રૂપિયાની સરખામણીએ 3.9% ઓછું છે. વર્ષ-દર-વર્ષની દૃષ્ટિએ જોઈએ તો પણ નફામાં અંદાજે 7% નો ઘટાડો થયો છે.

4 / 7
કંપનીએ જણાવ્યું હતું કે, નવા લેબર કોડ (શ્રમ કાયદા) લાગુ થવાને કારણે એક વખતનો (one-time) ખર્ચ થયો હતો, જેની અસર નફા પર પડી છે. જો કે, કંપનીની કમાણી એટલે કે કામકાજથી થતી આવક (Revenue from Operations) સારી રહી છે.

5 / 7
ત્રીજા ક્વાર્ટરમાં આ આવક 23,556 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતા અંદાજે 6% વધુ છે. ઓપરેટિંગ માર્જિન પણ સુધરીને 17.6% થયું છે, જે સતત પ્રયત્નો અને ખર્ચ નિયંત્રણ (Cost Control) ને કારણે શક્ય બન્યું છે.

6 / 7
ગયા શુક્રવારે કંપનીનો શેર 2.73 ટકાના ઉછાળા સાથે 267.25 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 3.13 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જો કે, છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 7.22 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

7 / 7
જો લાંબાગાળામાં Wipro Limited કંપનીના શેરના પ્રદર્શન પર નજર કરીએ તો, છેલ્લા બે વર્ષ, ત્રણ વર્ષ અને પાંચ વર્ષમાં અનુક્રમે 10.21 ટકા, 34.07 ટકા અને 21.92 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 10 વર્ષમાં કંપનીના શેરમાં 162.27 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે.