BMW, મર્સિડીઝ એન્જિન મેન્યુફેક્ચરિંગ કંપનીના શેરમાં વધારો, 2024માં આપ્યું 100% થી વધુનું વળતર

|

Nov 03, 2024 | 4:55 PM

BMW અને મર્સિડીઝ માટે એન્જિન બનાવતી કંપની ફોર્સ મોટર્સના શેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં વધારો જોવા મળ્યો છે. 30 ઓક્ટોબરે કંપનીના શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી.

1 / 5
Force Motors Share Price: છેલ્લા એક સપ્તાહમાં ફોર્સ મોટર્સના શેરના ભાવમાં 27 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. કંપનીના શેરમાં ઉછાળા પાછળનું કારણ મજબૂત ત્રિમાસિક પરિણામો હોવાનું માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ફોર્સ મોટર્સ લિમિટેડના શેરમાં 30 ઓક્ટોબરે અપર સર્કિટ લાગી હતી.

2 / 5
ફોર્સ મોટર્સ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન રૂ. 1941.30 કરોડની રહી છે. જેમાં વાર્ષિક આધાર પર કંપનીની આવકમાં 7.8 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીના ચોખ્ખા નફામાં પણ વધારો થયો છે. બીજા ક્વાર્ટરમાં ફોર્સ મોટર્સનો ચોખ્ખો નફો રૂ. 134 કરોડ હતો. જે વાર્ષિક ધોરણે 43 ટકા વધુ છે. તમને જણાવી દઈએ કે, એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 1949.90 કરોડ રૂપિયા હતો.

3 / 5
શુક્રવારે બીએસઈમાં બજાર બંધ થવાના સમયે કંપનીના શેર રૂ. 7912.40ના સ્તરે હતા. 2024માં ફોર્સ મોટર્સના શેરના ભાવમાં 114 ટકાનો વધારો થયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં માત્ર 10.31 ટકાનો વધારો જોવા મળ્યો છે.

4 / 5
છેલ્લા 2 વર્ષમાં, ફોર્સ મોટર્સે તેના સ્થાનીય રોકાણકારોને 474 ટકા વળતર આપ્યું છે. તો BSE સેન્સેક્સ 30.44 ટકા વધ્યો છે. તમને જણાવી દઈએ કે, BSEમાં ફોર્સ મોટર્સનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 10,272.65 રૂપિયા છે અને 52 સપ્તાહનું નિચું સ્તર 3333 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 10,312.15 કરોડ છે.

5 / 5
ફોર્સ મોટર્સ BMW અને મર્સિડીઝ બેન્ઝ માટે એન્જિન બનાવે છે. કંપનીની સ્થાપના 1985માં થઈ હતી. ફોર્સ મોટર્સ વાન, સ્કૂલ બસ અને એમ્બ્યુલન્સનું ઉત્પાદન કરે છે. કંપનીએ Roll-Royce સાથે કરાર કર્યો હતો.

Next Photo Gallery