Gujarati News Photo gallery Stock Market Waaree Energies IPO Gujarati solar panel manufacturing company buy its shares before IPO Unlisted Market
સોલાર પેનલ બનાવતી ગુજરાતી કંપનીનો આવી રહ્યો છે IPO, તે પહેલા જ ખરીદો તેના શેર, જાણો કેવી રીતે કરવી ખરીદી
વારી એનર્જીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને શેરના ભાવ 1945 રૂપિયા છે. કુલ 6 શેરની ખરીદી માટે તમારે 11,670.00 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 11905.15 રૂપિયા ચૂકવવાના રહેશે.
1 / 7
સોલાર પેનલ ઉત્પાદક વારી એનર્જીએ 28 ડિસેમ્બરે IPO દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે સેબીમાં ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યા છે. IPO માં કંપની દ્વારા 3,000 કરોડ રૂપિયાના શેરનો ફ્રેશ ઈશ્યુ અને હાલના શેરધારકો દ્વારા 32 લાખ ઈક્વિટી શેરનું ઓફર-ફોર-સેલ છે.
2 / 7
પ્રમોટર એન્ટિટી વારી સસ્ટેનેબલ ફાઇનાન્સ OFSમાં 27 લાખ શેરનું વેચાણ કરશે, જ્યારે અન્ય ચંદુરકર ઇન્વેસ્ટમેન્ટ્સ અને સમીર સુરેન્દ્ર શાહ 5 લાખ શેર્સનું વેચાણ કરશે. પ્રમોટર્સ કંપનીમાં 72.32 ટકા શેરહોલ્ડિંગ ધરાવે છે અને બાકીના 27.68 ટકા શેર લોકો પાસે છે.
3 / 7
જો તમે વારી એનર્જીના શેર IPO પહેલા જ ખરીદવા માંગતા હોય તો તમે તેને અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ સ્ટોરીની પાંચમી સ્લાઈડમાં આપવામાં આવી છે.
4 / 7
વારી એનર્જીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને શેરના ભાવ 1945 રૂપિયા છે. કુલ 6 શેરની ખરીદી માટે તમારે 11,670.00 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 11905.15 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો. જો બેલેન્સ નથી તો તમારે ફંડ એડ કરવું પડશે.
5 / 7
ફંડ એડ કરવા માટે તમે ઓનલાઈન પેમેન્ટ UPI દ્વારા અથવા તો NEFT/RTGS/IMPS દ્વારા બેંક ટ્રાન્સફર કરી શકો છો. જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ - https://tv9gujarati.com/photo-gallery/stock-market-know-step-by-step-process-of-buying-shares-from-unlisted-market-ipo-news-ipo-update-914324.html
6 / 7
અનલિસ્ટેડ શેરની અન્ય એક વેબસાઈટ https://www.unlistedarena.com/ પર આપવામાં આવેલી માહિતી અનુસાર વારી એનર્જીનો ઓલ ટાઈમ હાઈ ભાવ 1980 રૂપિયા છે જ્યારે ઓલ ટાઈમ લો ભાવ 790 રૂપિયા છે.
7 / 7
વારી એનર્જીના શેરના ટ્રેન્ડની વાત કરીએ તો તે Extremely Bullish જોવા મળી રહ્યો છે. (આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)