ઘટાડામાં તક કે જોખમ ? માર્કેટ વોલેટિલિટી વચ્ચે રોકાણકારોએ હવે કઈ રણનીતિ અપનાવવી જોઈએ?

શું તમે પણ શેરબજારના કે મ્યુચ્યુઅલ ફંડના ઘટાડાથી ચિંતિત છો? અત્યારના આ ઉતાર-ચઢાવવાળા માહોલમાં રોકાણકારોએ ગભરાઈને શેર વેચી દેવા જોઈએ કે પછી આ ઘટાડાનો લાભ લેવો જોઈએ? જાણો આ સ્થિતિમાં નિષ્ણાતોની શું સલાહ છે.

| Updated on: May 13, 2026 | 6:20 PM
1 / 6
ઈરાન સંઘર્ષ દરમિયાન આવેલી ભારે પછડાટ બાદ હવે ભારતીય શેરબજાર ધીરે ધીરે રિકવરી તરફ આગળ વધી રહ્યું હોય તેમ જણાય છે. નિફ્ટી 50 (Nifty 50) તેના મહત્વના સપોર્ટ લેવલની આસપાસ ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. બજારમાં આવેલી આ રિકવરી બાદ રોકાણકારોનો રસ ફરીથી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ એટલે કે નિયમિત રોકાણ તરફ વધવા લાગ્યો છે. નોંધનીય છે કે, વૈશ્વિક અનિશ્ચિતતા, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને જીઓ-પોલિટિકલ તણાવ હજુ પણ બજારના મૂડ પર અસર કરી રહ્યા છે.

2 / 6
MF King ના મેનેજિંગ ડિરેક્ટર ડી.ડી. શર્માનું કહેવું છે કે, આવા સમયે રોકાણકારોએ ગભરાઈને નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. તેમણે જણાવ્યું કે, તેલના ભાવમાં ઉછાળો કે યુદ્ધ જેવી ઘટનાઓ બજારમાં ડર ચોક્કસ પેદા કરે છે પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે, આવા આંચકાઓ ઘણીવાર કામચલાઉ હોય છે. તેમણે ઉમેર્યું કે, ઘણા રોકાણકારો બજારના ઘટાડાને બહાર નીકળવાનો સંકેત માની લે છે. એવામાં મોટાભાગના કિસ્સાઓમાં, અનિશ્ચિતતા ઘટતાની સાથે જ બજારમાં રિકવરી પાછી આવે છે.

3 / 6
ડી.ડી. શર્માના મતે, આવા ઉતાર-ચઢાવવાળા સમયગાળામાં મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Funds) અને ઇન્ડેક્સ ફંડ્સ (Index Funds) દ્વારા રોકાણ કરવું વધુ સમજદારીભર્યું હોઈ શકે છે. તેમણે કહ્યું કે, 'નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ્સ' રોકાણકારોને ભારતની ટોપ 50 કંપનીઓમાં એકસાથે રોકાણ કરવાની તક આપે છે. આનાથી કોઈ એક શેર પરની નિર્ભરતા ઓછી થાય છે. તેમના મતે પેસિવ ફંડ્સ (Passive Funds) રોકાણકારોને લાંબા સમય સુધી બજારમાં ટકી રહેવામાં મદદ કરે છે.

4 / 6
ડી.ડી. શર્માએ જણાવ્યું કે, Nippon India Index Fund - Nifty 50 Plan આ કેટેગરીમાં મજબૂત પ્રદર્શન કરનારા ફંડ્સમાંથી એક છે. તેમણે માહિતી આપી કે, આ ફંડનો એક્સપેન્સ રેશિયો (Expense Ratio) માત્ર 0.07 ટકા છે, જ્યારે અન્ય ઘણા નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ્સમાં આ રેશિયો 0.12 ટકાથી 0.22 ટકા સુધી છે. શર્માના મતે, ઓછા એક્સપેન્સ રેશિયોનો ફાયદો લાંબાગાળે રોકાણકારોને વધુ સારા નેટ રિટર્ન તરીકે મળી શકે છે. તેમણે એ પણ જણાવ્યું કે, Axis Nifty 50 Index Fund અને DSP Nifty 50 Index Fund નો એક્સપેન્સ રેશિયો અનુક્રમે 0.17 ટકા અને 0.18 ટકા છે. વધુ પડતો ખર્ચ લાંબાગાળે વળતર પર અસર કરી શકે છે. ડી.ડી. શર્માના જણાવ્યા અનુસાર, નિપ્પોન ઇન્ડિયા ઇન્ડેક્સ ફંડે છેલ્લા 5 વર્ષમાં અંદાજે 18.38 ટકાનો 'રોલિંગ CAGR' આપ્યો છે.

5 / 6
PL Asset Management નું કહેવું છે કે, બજાર સામે હાલમાં ઘણા જોખમો ઊભા છે. આમાં ક્રૂડ ઓઈલની ઊંચી કિંમતો, રૂપિયામાં નબળાઈ, વૈશ્વિક ગ્રોથની ધીમી ગતિ, કડક નાણાકીય પરિસ્થિતિ અને સપ્લાય ચેઈનની અડચણો પણ છે. કંપનીના મતે, આ તમામ પરિબળો મળીને ભારતની આર્થિક વૃદ્ધિ પર દબાણ લાવી શકે છે. PL Asset Management એ રોકાણકારોને પસંદગીયુક્ત અને જોખમ સમજીને રોકાણ કરવાની સલાહ આપી છે. કંપનીનું માનવું છે કે, લાર્જ કેપ સ્ટોક્સની સાથે વેલ્યુ, ક્વોલિટી અને લો (Low) વોલેટિલિટી જેવા પરિબળો વર્તમાન સમયમાં વધુ સ્થિર સાબિત થઈ શકે છે.

6 / 6
વૈશ્વિક બજારોમાંથી શેરબજારમાં મંદીના સંકેતો પહેલાથી જ મળી રહ્યા હતા. GIFT નિફ્ટી 195 પોઈન્ટ ઘટીને 23,550 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે એશિયન બજારોમાં પણ નોંધપાત્ર ઉથલપાથલનો અનુભવ થયો હતો. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ લગભગ 600 પોઈન્ટ ઘટી ગયો હતો; તેવી જ રીતે, હોંગકોંગનો હેંગ સેંગ 385 પોઈન્ટ ઘટીને અને યુકેનો FTSE-100 ઇન્ડેક્સ લગભગ 200 પોઈન્ટ ઘટીને ટ્રેડ કરી રહ્યો હતો. વધુમાં, DAX 510 પોઈન્ટ નીચે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે CAC 150 પોઈન્ટ નીચે હતો.

Follow Us