રેલટેલે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેને બૃહદ મુંબઈ મહાનગરપાલિકા તરફથી વર્ક ઓર્ડર મળ્યો છે. આ આદેશ BMCના આરોગ્ય વિભાગ માટે છે. કંપનીએ HMIS ના સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ, કમિશનિંગ, ઓપરેશન્સ અને મેઇન્ટેનન્સનું કામ કરવાનું છે. આ ઓર્ડરની કુલ વેલ્યુ 351.95 કરોડ રૂપિયા છે. શનિવારે રેલટેલને 130 કરોડ રૂપિયાનો અન્ય એક ઓર્ડર મળ્યો હતો.